
અમન ગાંધી શોમાં તુલસીના દીકરાની ભૂમિકામાં પણ કામ કરશે. તે ઋત્વિક વિરાણીના પાત્રમાં જોવા મળશે જે એક જીદ્દી પાત્ર છે. આ પહેલા અમન રોહિત સાથે 'ભાગ્ય લક્ષ્મી'માં પણ જોવા મળ્યો છે.

શગુન શર્મા શોમાં તુલસીની પુત્રી પરીનો રોલ કરશે. શગુન અગાઉ 'યે હૈ ચાહતેં' શોમાં પોતાની પ્રતિભાનો જાદુ ફેલાવી ચૂકી છે. લોકોને 'યે હૈ ચાહતેં'માં તે ખૂબ જ પસંદ આવી હતી.

એકતા કપૂરે શોમાં અંકિત ભાટિયાને પણ તક આપી છે. તે વર્ધન પટેલની ભૂમિકા ભજવવા જઈ રહ્યો છે. વર્ધન પટેલ વાર્તામાં એક મહત્વપૂર્ણ વળાંક લાવશે. જે આ સિરિયલને વધુ રસપ્રદ બનાવશે.

તનિષા મહેતા વૃંદા પટેલની ભૂમિકા ભજવશે, જે અગાઉ 'લગ જા ગલે' શોમાં કામ કરી ચૂકી છે. હવે એ જોવું રસપ્રદ રહેશે કે લોકો વૃંદાના રોલમાં તનિષાને કેટલું પસંદ કરે છે.

'પ્યાર કી રાહેં' શોમાં ખ્યાતિ મેળવનાર અભિનેત્રી પ્રાચી સિંહ હવે 'ક્યુંકી સાસ ભી કભી બહુ થી'ની બીજી સીઝનમાં આનંદી પટેલની ભૂમિકા ભજવતી જોવા મળશે.

પ્રખ્યાત ટીવી અભિનેત્રી બરખા બિષ્ટ પણ આ સીઝનમાં જોવા મળશે. બરખા આ સીરિયલમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તે મિહિરની ગર્લફ્રેન્ડની ભૂમિકા ભજવશે. મંદિરા બેદીએ પહેલી સીઝનમાં આ પાત્ર ભજવ્યું હતું.