Beauty care ideas: આ 5 ફળોના રસ ત્વચાની સંભાળ માટે છે ફાયદાકારક, પિમ્પલ્સ સિવાય પણ ઘણી સમસ્યાઓનો કરે છે ઈલાજ

|

Feb 28, 2022 | 11:11 AM

સ્કિનને હેલ્ધી અને ગ્લોઇંગ બનાવવા માટે તમે ફ્રૂટ જ્યુસની પણ મદદ લઈ શકો છો. જો તે ત્વચા પર યોગ્ય રીતે લગાવવામાં આવે તો તેની કોઈ આડઅસર થતી નથી. ત્વચાની સંભાળમાં તમે કયા ફળોના રસનો ઉપયોગ કરી શકો છો તે જાણો.

1 / 5
ગાજરનો રસઃ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક ગણાતા ગાજરને ચહેરા પર લગાવીને ગ્લોઈંગ બનાવી શકાય છે. આ માટે ગાજરનો રસ કાઢીને તેમાં કોટન પલાળવા  દો. હવે  કોટનને ધીમે-ધીમે ચહેરા પર લગાવો. ચહેરા પર આ રસ લગાવ્યાના 10 મિનિટ પછી, તેને સામાન્ય પાણીથી ધોઇ લો.

2 / 5
નારંગીનો રસઃ ત્વચા માટે ખૂબ જ જરૂરી વિટામિન સી નારંગીમાં ભરપૂર માત્રામાં હોય છે. નારંગીનો રસ કાઢીને હળવા હાથે ચહેરા પર લગાવો. લગભગ 10 મિનિટ પછી, તેને હળવા હાથથી મસાજ કરો અને સામાન્ય પાણીથી ધોઇ લો. આમ કરવાથી ચહેરા પરથી ડાઘ-ધબ્બા દૂર થઈ જશે.

3 / 5
સ્ટ્રોબેરીનો રસઃ જો તમે ટેનિંગની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તેનાથી છુટકારો મેળવવા માટે તમારે ત્વચા પર સ્ટ્રોબેરીનો રસ લગાવવો જોઈએ. આ રસને લગભગ 15 મિનિટ સુધી ત્વચા પર રાખ્યા બાદ તેને હૂંફાળા પાણીથી કાઢી લો. જો તમે ઈચ્છો તો તેમાં દહીં પણ ઉમેરી શકો છો.ે

4 / 5
આમળાનો રસઃ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક ગણાતો આમળાનો રસ ત્વચા માટે સારો છે. તેમાં વિટામિન સી પણ હોય છે, જે ત્વચાને અંદરથી ચમકદાર બનાવે છે. આ રસને અઠવાડિયામાં બે વાર ચહેરા પર લગાવો.

5 / 5
દાડમનો રસ: દાડમમાં વિટામિન સી પણ સારી માત્રામાં ઉપલબ્ધ છે. તેને ચહેરા પર લગાવતી વખતે તમારી ત્વચાના પ્રકારનું ખાસ ધ્યાન રાખો. જો તમારી ત્વચા તૈલી છે તો આ રસમાં મુલતાની માટી મિક્સ કરીને ચહેરા પર લગાવો.

Next Photo Gallery