
વોટ્સએપે યુઝર્સ માટે બીટામાં સ્ક્રીનશોટ બ્લોકીંગ ફીચર રજૂ કર્યું છે. આ ફીચર કેટલાક બીટા ટેસ્ટર્સ માટે ઉપલબ્ધ છે. સ્ક્રીન બ્લોકીંગ ફીચરની મદદથી યુઝર્સ વ્યુ વન્સ તરીકે મોકલવામાં આવેલ વીડિયો અને ફોટોના સ્ક્રીનશોટ લઈ શકશે નહીં. તેનો હેતુ સ્ક્રીનશોટ અને સ્ક્રીન રેકોર્ડિંગ બંધ કરીને વપરાશકર્તાઓની ગોપનીયતામાં સુધારો કરવાનો છે.

વોટ્સએપે કેટલાક બિઝનેસ માટે પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન પ્લાન્સ બહાર પાડવાનું શરૂ કર્યું છે. હાલમાં, તેની કિંમતો જાહેર કરવામાં આવી નથી ત્યારે તે અલગ-અલગ વિસ્તારો માટે અલગ-અલગ હોઈ શકે છે.

WhatsApp બીટા અપડેટમાં સ્ટેટસનો જવાબ આપવા માટે એક નવો સાઇડબાર અને એક નવું ફીચર રજૂ કરી રહ્યું છે. સ્ટેટસની નવી સુવિધા સાથે, લોકોને સ્ટેટસનો અલગથી જવાબ આપવા માટે એક બાર મળશે. આ ઉપરાંત, નવા અપડેટમાં, કેટલાક વપરાશકર્તાઓએ એ પણ નોંધ્યું છે કે માઇક્રોસોફ્ટ સ્ટોરથી અપડેટ કરતી વખતે, તેઓ એપ સાઇડ બાર પણ જોઈ રહ્યા છે, જ્યાંથી વપરાશકર્તાઓ સરળતાથી સ્ટેટસ અપડેટ્સ, સેટિંગ્સ અને પ્રોફાઇલ્સ જોઈ શકશે.