
રસપ્રદ વાત એ છે કે તેમાં AC અને DC બંને માટે ઝડપી ચાર્જિંગ ક્ષમતા છે. આ ઉપરાંત કંપનીએ એક્સપ્રેસ B2B ઈ-સ્કૂટરનું પણ રજૂ કર્યું. Ampere દ્વારા નેક્સસના બે નવા વેરિયન્ટ્સ પણ રજૂ કરવામાં આવ્યા. આમાં શક્તિશાળી મોટર અને ઝડપી ચાર્જિંગની સુવિધા છે.

જાપાની કંપની સુઝુકીએ પણ ભારતીય EV ક્ષેત્રમાં એન્ટ્રી કરી છે. સુઝુકીએ ઇ-એક્સેસ ઇલેક્ટ્રિક સ્કૂટર સાથે એન્ટ્રી કરી છે. ઇ-એક્સેસ એકદમ નવી ડિઝાઇન પર આધારિત છે. તે સંપૂર્ણપણે ભારતમાં બનાવવામાં આવશે.

આ ઉપરાંત તેની નિકાસ પણ કરવામાં આવશે. સુઝુકીએ ભારતમાં તેનું બ્રેડ-એન્ડ-બટર મોડેલ, અપડેટેડ એક્સેસ 125 સ્કૂટર પણ લોન્ચ કર્યું. તેની કિંમત 81,700 રૂપિયા છે.