
ગોલ્ડેન ટોડ છેલ્લે 1989ના વર્ષમાં દેખાયા હતા. તેની પ્રજાતિ ગ્લોબલ વોર્મિગ અને ફંગસને કારણે ખત્મ થઈ.

રોટંડ રોકસ્નેલની પ્રજાતિ ફકત અમેરિકામાં જોવા મળતી હતી. તે 90ના દશકમાં ખત્મ થઈ ગઈ. તે પ્રજાતિ જળવાયુ પરિવર્તનને કારણે ખત્મ થઈ ગઈ.

યૂનાન લેક ન્યૂટની પ્રજાતિ 70ના દશકમાં ખત્મ થઈ હતી. તે ચીનના યૂનાનમાં જોવા મળતી હતી. તે રહેઠાણની સમસ્યા, પ્રદૂષણ અને અન્ય જીવોને કારણે વિલુપ્ત થઈ હતી.

કેસ્પિયન ટાઈગર 1970માં લુપ્ત થયા હતા. તે તૂર્કી, કેસ્પિયન સાગર , મેસોપોટામિયા, અફગાનિસ્તાન અને ઈરાનમાં જોવા મળતા હતા. તે બંગાળી અને સાઈબેરિયન ટાઈગરી વચ્ચેની પ્રજાતિ છે. આ પ્રજાતિ શિકારને કારણે લુપ્ત થઈ હતી. તેની આધિકારીય જાહેરાત 2003માં કરવામાં આવી હતી.

કાકાવાહી પક્ષી છેલ્લે 1963માં દેખાયા હતા. તે હવાઈ ટાપુ પર વધારે જોવા મળતા હતા. તે પ્રજાતિ કુતરા અને બિલાડી દ્વારા વધારે શિકાર કરવાને કારણે લુપ્ત થઈ.

બૂબલ હાર્ટેબીસ્ટની પ્રજાતિ 19મી સદીમાં ઘટવા લાગી હતી. 20મી સદી આવતા આવતા આ પ્રજાતિ શિકારને કારણે ખત્મ થઈ ગઈ.

ક્રેસેન્ટ નેલ ટેલ વાસાબીની પ્રજાતિ આ ધરતી પરથી 50ના દશકમાં ખત્મ થઈ ગઈ હતી. શહેરોના નિર્માણને કારણે તે પ્રજાતિ લુપ્ત થઈ ગઈ અને છેલ્લે તે પ્રજાતિ વર્ષ 1956માં જોવા મળી હતી.

જાપાનીઝ સી લાયનની પ્રજાતિ 50ના દશકમાં ખત્મ થઈ ગઈ. તે જાપાના દ્વીપો પર જોવા મળતા હતા. શિકારને કારણે આ પ્રજાતિ લુપ્ત થઈ ગઈ.

જેરસેસ બ્લૂ પંતગિયાની પ્રજાતિને છેલ્લે 1941માં જોવામાં આવી હતી. તેના પાંખ ચમકવાળા હતા અને તે ખુબ જ સુંદર પંતગિયાની પ્રજાતિ છે.

તસ્માનિયન ટાઈગરની પ્રજાતિ 30ના દશકમાં લુપ્ત થઈ હતી. તે છેલ્લે 1936માં દેખાયા હતા. તે ખાસ કરીને ઓસ્ટ્રેલિયામાં અને તસ્માનિયામાં જોવા મળતા હતા. શિકારને કારણે તે લુપ્ત થયા હતા.

પેરાડાઈઝ પેરેટ છેલ્લે 1927માં જોવા મળ્યા હતા. તે પ્રજાતિ જંગલના નાશ અને શિકારને કારણે ખત્મ થઈ હતી.

સિલિયન વૂલ્ફની પ્રજાતિ છેલ્લે 20ના દશકમાં જોવા મળી હતી. તે આ ધરતી પર 21,500 વર્ષથી રહેતા હતા.