
લક્ષદ્વીપ ભારતનો સૌથી નાનો કેન્દ્રશાસિત પ્રદેશ છે, જે માત્ર 32.62 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે. આ ટાપુ પર્યટનની દૃષ્ટિએ ખૂબ જ સુંદર છે. આ સુંદર ટાપુની રાજધાની કાવારત્તી છે. લક્ષદ્વીપ કુલ 36 નાના ટાપુઓથી બનેલું છે, જેમાંથી 10 ટાપુઓ પર લોકો રહે છે.

લક્ષદ્વીપ આપણા દેશનો મહત્વનો ભાગ છે. જે ભારતની સુરક્ષાના દૃષ્ટિકોણથી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. અહીંથી કોઈપણ જહાજ પર દૂર દૂર સુધી નજર રાખી શકાય છે. ત્યારે ભારત લક્ષદ્વીપ પર પણ મજબૂત બેઝ તૈયાર કરી રહ્યું છે, જેથી કોઈપણ દેશના નાકામ દરિયાઇ ઈરાદાઓ પર નજર રાખી શકાય.