Gujarati News Photo gallery There is a lot of synthetic paneer in the market, know how to identify whether the cheese is real or fake at home
માર્કેટમાં સિન્થેટીક પનીરની ભરમાર છે, જાણો ઘરે બેઠા જ કેવી રીતે ઓળખી શકાય કે પનીર અસલી છે કે નકલી
ભેળસેળના અહેવાલોને કારણે ગ્રાહકો પનીર ખરીદવામાં કાળજી રાખવી પડે છે.ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) ના પરીક્ષણોમાં જાણવા મળ્યું હતું કે 168 પનીર અને ખોયા ઉત્પાદનોમાંથી 47 દૂષિત હતા.
1 / 6
શાકાહારીઓ માટે, પનીરએ પ્રોટીનનો શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે અને તે દૈનિક આહારનો એક મહત્વપૂર્ણ ભાગ છે. ભેળસેળના અહેવાલોને કારણે ગ્રાહકો પનીર ખરીદવામાં કાળજી રાખવી પડે છે.ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) ના પરીક્ષણોમાં જાણવા મળ્યું હતું કે 168 પનીર અને ખોયા ઉત્પાદનોમાંથી 47 દૂષિત હતા.
2 / 6
આપણામાંથી મોટાભાગના લોકો પનીર અને પનીરની વાનગીઓ બનાવતા હશે અથવા રેસ્ટોરંન્ટ કે હોટેલમાં ખાતા હશે. હવે પ્રશ્ન એ થાય કે આપણે જે પનીર ખાઇ છીએ એ અસલી છે કે નકલી એ કેવી રીતે ઓળખવું ?
3 / 6
પ્રેશર ટેસ્ટઃ બજારમાંથી પનીર લાવો અને તમારા હાથથી તેને હળવા પ્રેશરથી મસળવાની કોશિશ કરો, જો તે તૂટી જાય, અને ફેલાઇ જાય તો સમજો કે પનીર અસલી છે, અને એવું ન થાય તો પનીર નકલી છે.
4 / 6
આયોડિન ટેસ્ટઃ પનીરનો એક નાનો ટુકડો લો અને તેને લગભગ 5 મિનિટ સુધી પાણીમાં ઉકાળો અને તેને પ્લેટમાં રાખો. તે ઠંડું થઈ જાય પછી, તેના પર આયોડિનના થોડા ટીપાં નાખો. જો પનીરનો રંગ વાદળી હોય તો સમજી લો કે પનીરને દૂધમાં કૃત્રિમ પદાર્થ ઉમેરીને બનાવવામાં આવ્યું છે.
5 / 6
તૂવેરની દાળનો પ્રયોગ: સૌ પ્રથમ, એક વાસણમાં પાણીમાં પનીરનો ટુકડો ઉકાળો - તેમાં એક ચમચી તુવેરની દાળ નાખીને 10 મિનિટ સુધી ગેસ પર ઉકાળો જો પનીરનો રંગ આછો લાલ હોય તો તે દર્શાવે છે કે તેમાં યુરિયા છે.
6 / 6
ખરીદતા પહેલા તપાસો: જો તમે મીઠાઈની દુકાનમાંથી છૂટક પનીર ખરીદતા હોવ તો સ્વાદ માટે પનીરનો એક નાનો ટુકડો મગાવો. જો પનીર ખાધા પછી થોડું સખત અથવા મસાલેદાર લાગે છે, તો તેમાં આર્ટિફિશિયલ તત્વો હોઈ શકે છે.
Published On - 5:51 pm, Sun, 3 November 24