
દાલ લેક માર્કેટ, કાશ્મીરને ભારતનું સ્વર્ગ પણ કહેવામાં આવે છે અને આ કારણે આ સ્થળ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. અહીં હાજર દાલ સરોવર પર શાક માર્કેટ પણ ભરાય છે. બોટ પર શાકભાજીના વેચાણને કારણે તે એક અનોખું બજાર માનવામાં આવે છે.

જોનબીલ માર્કેટઃ અહીંની એક્સચેન્જ સિસ્ટમ આ માર્કેટને ખાસ બનાવે છે. એવું કહેવાય છે કે આ બજાર 15મી સદીમાં શરૂ થયું હતું અને ત્યારથી એક્સચેન્જ સિસ્ટમ હેઠળ અહીં વેપાર થઈ રહ્યો છે.