
હસનામ્બા મંદિરઃ કર્ણાટકમાં આવેલુ આ મંદિર અંબા દેવીને સમર્પિત છે. આ મંદિરના દરવાજા પણ દિવાળી દરમિયાન ખુલે છે. એવું કહેવાય છે કે આ મંદિર 12મી સદીમાં બનાવવામાં આવ્યું હતું.

એકલિંગેશ્વર મહાદેવ મંદિરઃ આ ધાર્મિક સ્થળ રાજસ્થાનના જયપુરમાં આવેલું છે, જેના દરવાજા વર્ષમાં એક વખત શિવરાત્રીના દિવસે જ ખુલે છે. ભક્તો આ મંદિર ખુલવાની રાહ જુએ છે અને આ દિવસે દર્શન માટે લાંબી કતારો લાગે છે.