
ત્યારબાદ મહર્લોક છે. જેમાં શાસ્ત્રો અનુસાર દેવતાઓ અને સિદ્ધ પુરુષોનો નિવાસ છે. પૃથ્વીની ઉપર પાંચમો લોક સ્વર્ગલોક છે. જેમાં ઈન્દ્ર અને અન્ય દેવતાઓનો લોક માનવામાં આવે છે,ભુવર્લોકમાં આકાશીય વિસ્તાર જ્યાં દિવ્ય આત્માઓ રહે છે. તેમજ સાતમો લોક ભૂલોક પર માનવીઓ નિવાસ કરે છે. જેને પૃથ્વી લોક કહેવામાં આવે છે.

હવે આપણે પૃથ્વીની નીચે રહેલા સાત લોકની વાત કરીએ તો. સૌથી પહેલા અતલ લોક છે. જ્યાં દૈત્યો અને અસુરોનું નિવાસ સ્થાન છે.વિતલ લોક યક્ષો અને કિન્નરોનો લોક માનવામાં આવે છે.સુતલ લોક બલિ મહરાજનું રાજ્ય છે.તલાતલ લોક, માયાવી અસુરોનું નિવાસ છે. મહાતલ લોક નાગો અને સાપોનો લોક માનવામાં આવે છે.

રસતાલ લોક દૈત્યો અને દુષ્ટ આત્માઓનું સ્થાન છે.પાતાલ લોક નાગોના રાજા વાસુકીનું નિવાસ છે.