
ટ્રેક ઉપરથી બે પ્રકારના લગાવેલા 1107 મીટર કોપર વાયરની ચોરી થઈ છે. જેમાં રૂ 2.75 લાખનો 545 મીટર કોન્ટેક્ટ કોપર વાયરની ચોરી થઈ છે અને રૂ 4.47 લાખનો 562 મીટર કેટેનરી કોપર વાયરને પણ તસ્કરો કાપીને લઈ ગયા છે.

આ મામલે પ્રાંતિજ પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે હવે તસ્કરોને શોધવા માટે પ્રયાસો શરુ કર્યા છે. તસ્કરોના કારણે રેલવે ટ્રેકના ઈલેક્ટ્રીફીકેશન કાર્યને અવરોધ સર્જાઈ રહ્યો છે. કારણ કે સપ્તાહમાં આ બીજીવાર ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે.

પાચ દિવસ પહેલા ડભોડા પાસે રેલવે ટ્રેક પર 800 મીટર રૂ 5.50 લાખનો કોપર વાયર ચોરાયો હતો . આમ પાંચ જ દીવસમાં ફરી એકવાર તસ્કરો ત્રાટકવાને લઈ બીજી વાર કોપર વાયરની ટોકી નોંધાઈ છે. ઘટનાને પગલે રેલવે પોલીસ પણ હવે સતર્ક બની છે.