Gujarati News Photo gallery The youth of the Akhara are ready to show Heartbreaking feats in the 146th Rath Yatra of Lord Jagannath of Ahmedabad
146th RathYatra 2023 : ભગવાન જગન્નાથ રથયાત્રામાં હૈરતઅંગેઝ કરતબો બતાવવા અખાડાના યુવા તૈયાર, જુઓ Photos
Ahmedabad : અમદાવાદમાં આ વર્ષે ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા 20 જૂનના રોજ યોજાવા જઈ રહી છે. આ રથયાત્રાને લઈને પરંપરાગત વિધિઓની શરુઆત થઈ ગઈ છે. તે બધા વચ્ચે અખાડાના યુવાનો એ રથયાત્રા માટે હૈરતઅંગેઝ કરતબોની તૈયારી શરુ કરી દીધી છે.
1 / 5
હૈરતઅંગેઝ કરતબો બતાવવા અખાડાના યુવાનો તૈયાર ગયા થઇ છે. આ વર્ષે પહેલી વખત રથયાત્રામાં kung fuના દાવ જોવા મળશે ભગવાન જગન્નાથની 146મી રથયાત્રામાં આ કરતબકારો ભગવાનને રિઝવવા માટે મહિનાઓ અગાઉથી પ્રેક્ટિસ કરી રહ્યા છે. આ પ્રેક્ટિસને હવે આખરી ઓપ અપાઈ રહ્યો છે.
2 / 5
મોંમા આંગળી નખાવી દે તેવા દ્રશ્યો આ ફોટોમાં જોવા મળી રહ્યા છે. છેલ્લા બે મહિનાથી આ અખાડાના કરતબકારો દિવસે નોકરી અને રાત્રે પ્રેક્ટિસ કરી રહ્યા છે. જેમા નાના બાળકો થી લઇને મોટેરા પણ જોડાઇ રહ્યા છે.
3 / 5
આ વખતે રથયાત્રામાં કુંગ ફૂના સ્ટંટ, બાઈક સ્ટંટ, સાયકલ સ્ટંટ, તલવારના દાવ, આગના સ્ટંટ, બરંડી-ચક્રના દાવ, લાકડી અને ભાલા દાવના રોમાંચક દ્રશ્યો જોવા મળશે. આ ખતરનાક સ્ટંટ કરવામાં યુવાનોનો જીવ પણ જઈ શકે છે, છતાં તેમના ચહેરા પર એ વાતનો ડર જોવા મળતો નથી.
4 / 5
ત્યારે આ વર્ષે પહેલી વાર નવા કરતબો નગરયાત્રા દરમિયાન જોવા મળશે જેમનો ઉત્સાહ બમણો જોવા મળી રહ્યો છે.
5 / 5
રથયાત્રામા 30 જેટલા આવા અલગઅલગ અખાડાઓ જોડાય છે અને જેમા 3000 જેટલા કરતબબાજો ભાગ લઇ રથયાત્રાની શોભા વધારે છે.છેલ્લા કેટલાય મહિનાઓથી અંગ કસરત કરીને બોડી બિલ્ડિંગના પ્રદર્શન માટે પણ તેઓ ખાસ રીતે તૈયાર થાય છે અને અંગ કસરતના કરતબ કરે છે.
Published On - 10:15 pm, Wed, 14 June 23