
કોલિનને લાગે છે કે જો તપાસમાં વિલંબ થયો હોત, તો ત્યાં સુધીમાં બટાકાનું વજન ઓછું ન થાય. તે સુકાઈ જવું જોઈએ નહીં અને તેના પર અંકુરણ શરૂ થવું જોઈએ નહીં. એટલા માટે કોલિને તેને સુરક્ષિત ફ્રીઝરમાં રાખ્યું છે જેથી તે સુકાઈ ન જાય. જો તે સુકાઈ જશે તો તેનું વજન ઘટશે અને રેકોર્ડ બનાવવો મુશ્કેલ બની શકે છે.

કોલિન કહે છે કે, અમે આ બટાકાનું નામ ડગ (DUG)રાખ્યું છે કારણ કે અમે તેને ખોદીને બહાર કાઢ્યું છે. દંપતી આ બટાકાને બાળકની જેમ માને છે. આ માટે તેમણે ખાસ ટ્રોલી પણ બનાવી છે. જેના પર તેને રાખી બગીચામાં ફરવા પણ નીકળ્યા છે.