
ઇટલીના ન્યૂઝ પેપર કોરીએર ડેલા સેરા અને સમાચાર એજન્સી 'ANSA'ના અહેવાલ મુજબ, જેફ તેના લગ્ન દરમિયાન ઘણા મોટા દાન કરશે. ટૂંકમાં કહીએ તો, 1 મિલિયન યુરો એટલે કે લગભગ 10 કરોડ રૂપિયા CORILA નામની એક શૈક્ષણિક સંસ્થાને આપવામાં આવશે. જણાવી દઈએ કે, આ સંસ્થા વેનિસના તળાવોની ઇકોસિસ્ટમ પર રિસર્ચ કરે છે.

લગ્ન સમારોહ ક્યારે અને ક્યાં થશે, કેટલો ખર્ચ થશે તે અંગે કોઈ સત્તાવાર માહિતી નથી આવી. જો કે, આ લગ્નની પાર્ટી શનિવારે ઇટલીના પૂર્વ ભાગમાં આવેલા 'આર્સેનલ' નામના ઐતિહાસિક સ્થળ પર યોજાશે. આ એ જગ્યા છે કે, જ્યાં 15મી સદીમાં વેનિસના નૌકાદળ માટે જહાજો બનાવવામાં આવતા હતા.

અહેવાલ મુજબ, આગામી દિવસોમાં વેનિસ અને નજીકના એરપોર્ટ જેમ કે ટ્રેવિસો અને વેરોનામાં લગભગ 90 પ્રાઈવેટ જેટ ઉતરાવામાં આવશે તેવી અપેક્ષા છે. આ સિવાય મહેમાનો માટે 30 વોટર ટેક્સીઓ પણ બુક કરવામાં આવી છે.
Published On - 5:56 pm, Wed, 25 June 25