
આ ફોટોમાં દેખાતી મહેલ જેવી વસ્તુ સ્પાયર્સ હૂડૂસના નામથી જાણીતી છે. તે લાખો વર્ષ જૂના હોવાનું માનવામાં આવે છે.આ ફોટો ઘણો જૂનો નથી પણ તેની પાછળ દેખાતી ગેલેક્સી ઘણી જૂની છે.

Tau Herculids નામના ઉલ્કાપિંડના વરસાદ દરમિયાનનો આ ફોટો છે. આ વર્ષે મોટી સંખ્યામાં ઉલ્કાવર્ષા થઈ છે. 2.5 કલાકની અંદર 17 ઉલ્કાપિંડના ફોટો લેવામાં આવ્યા હતા. જેમાંથી ચાર ઉલ્કાપિંડ અલગ હતા.

આ ફોટો કેનેડામાં 15 એપ્રિલની રાત્રે લેવામાં આવી હતી.આ ફોટોમાં ચંદ્ર 22 ડિગ્રી પર એકદમ વચ્ચે દેખાઈ રહ્યો છે.

વાસ્તવમાં આ Pleiades સ્ટાર ક્લસ્ટરના તળિયે બુધ ગ્રહ છે. જે દૂરથી પૂંછડી જેવી દેખાય છે. બુધનું પાતળું વાતાવરણ સોડિયમની થોડી માત્રા ઉત્પન્ન કરે છે, જે સૂર્યના તેજને કારણે તે વધુ તેજસ્વી દેખાય છે. સૂર્યપ્રકાશ પણ આ પરમાણુઓને બુધની સપાટીથી દૂર ધકેલે છે અને બીજી તરફ ધકેલે છે. ચિત્રમાં પીળી ચમક સોડિયમમાંથી નીકળી રહી છે. આ પૂંછડી જેવો આ ફોટો ગયા અઠવાડિયે સ્પેનના લા પાલમાથી લેવામાં આવી હતી.