દિવાળી વેકેશન દરમ્યાન સાપુતારાની સફર વધુ આરામદાયક બની,સરકારે પર્યટકો માટે તૈયાર કરી આ વ્યવસ્થા

|

Oct 25, 2022 | 7:36 AM

દિવાળી વેકેશન દરમ્યાન સાપુતારા હિલ સ્ટેશનની સફર અને હિલ્સ સ્ટેશન નજીક જોવા માટેના શ્રેષ્ઠ સ્થળોપૈકીનું એક માનવામાં આવે છે. સાપુતારા પશ્ચિમ ઘાટમાં ગુજરાતના ડાંગ જિલ્લામાં આવેલું એક અનોખું નાનું હિલ સ્ટેશન છે જે તેની સુંદરતા, લીલાછમ જંગલો, પર્વતો અને ધોધ માટે પ્રખ્યાત છે. સાપુતારા ગુજરાતમાં ફરવા માટેના શ્રેષ્ઠ સ્થળોમાંનું એક છે.

1 / 7
સાપુતારાને ગુજરાતના કાશ્મીર તરીકે ઓળખવામાં આવે છે. દિવાળી વેકેશન દરમ્યાન અહીં મોટી સંખ્યામાં પર્યટકો પધારે છે. આ ગિરિમથક તેના કુદરતી સૌંદર્યના કારણે અનેરું આકર્ષણ ધરાવે છે.

2 / 7
 નવસારી માર્ગમકાન વિભાગ તરફથી પર્યટકોને દિવાળી ભેટ આપવામાં આવી છે. ચોમાસા દરમ્યાન ભારે વરસાદના કારણે સાપુતારાને જોડતામાર્ગ બિસ્માર બન્યા હતા. સરકારી વિભાગે ફરી માર્ગનું નિમાર્ણ કરી સફરને આરામદાયક બનાવી દીધો છે

3 / 7
ગુજરાતથી સાપુતારા, શિરડી મહારાષ્ટ્ર તરફ જતા પ્રવાસી અને શ્રધ્ધાળુઓ આ માર્ગનો મહત્તમ ઉપયોગ કરે છે જેમના માટે આ સારા સમાચાર માનવામાં આવી રહ્યા છે

4 / 7
 નાના રસ્તા ઉપર ટ્રાફિકજામની મોટી સમસ્યા સર્જાતી હતી. સાપુતારા રોડ પહોળો અને આરામદાયક બનવાથી હવે વાહનો આ માર્ગ ઉપરથી સરળતાથી પસાર થઇ રહ્યા છે

5 / 7
આ હિલ સ્ટેશનસમુદ્ર સપાટીથી 875 મીટરની ઉંચાઈ પર આવેલું છે જે પર્યાવરણ પ્રેમીઓ, વન્યજીવન ઉત્સાહીઓ અને સાહસિક રમતના ઉત્સાહીઓ માટે સ્વર્ગ ગણાય છે.

6 / 7
 60 કરોડ ના ખર્ચે વાંસદા વઘઇ નો મુખ્ય હાઇવે ફોર લેન કરતાં પ્રવાસ સરળ અને આરામદાયક  બની રહેશે.

7 / 7
 જંગલમાંથી પસાર થતા ગુજરાત અને મહારાષ્ટ્ર ને જોડતા આ મુખ્ય રાજ્યધોરી માર્ગ આવતા અસંખ્ય વળાંકો ઉપર ઘાટમાં પુરાણ કર્યા જ્યારે અનેક પર્વતો ને કાપી ને માત્ર 6 મહિનામાં ડિવાઈડર સાથે ફોરલેન હાઇવે તૈયાર કરવામાં આવ્યો છે. રાતે પણ સફર જોખમરહિત બન્યો છે.

Next Photo Gallery