73 વર્ષ પહેલા ઉડાન ભરેલ દુનિયાના પહેલા કોમર્શિયલ જેટ વિમાનની કહાની, જાણો કેટલી અલગ હતું

|

Jul 27, 2022 | 3:00 PM

27 જુલાઈ 1949, તે તારીખ જ્યારે દુનિયાનું પહેલું કોમર્શિયલ જેટ એરક્રાફ્ટ (Airplane) 'ડી હેવિલેન્ડ કોમેટે' બ્રિટનથી (Britain) ઉડાન ભરી હતી. ડી હેવિલેન્ડ કોમેટની સ્પીડ બીજા વિમાન કરતા વધુ સારી હતી.

1 / 5
27 જુલાઈ 1949, તે તારીખ જ્યારે દુનિયાનું પહેલું કોમર્શિયલ જેટ એરક્રાફ્ટ 'ડી હેવિલેન્ડ કોમેટે' બ્રિટનથી ઉડાન ભરી હતી. આ ઉડાન ઐતિહાસિક રહી હતી. આ વિમાને પહેલી ઉડાન યુકે અને જોહાનિસબર્ગ વચ્ચે ભરી હતી. આ વિમાનને બ્રિટિશ કંપની ડી હેવિલેન્ડ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે. તે દેખાવમાં આજના વિમાન જેવું લાગે છે, પરંતુ શરૂઆતના સમયગાળામાં યાત્રીઓ માટે તેનો અનુભવ તે યુગના વિમાન કરતાં વધુ સારો હતો.

2 / 5
વિકિવેંડના રિપોર્ટ મુજબ જે યુગમાં તેને રજૂ કરવામાં આવ્યું હતું તે સમયે આવા વિમાનો ચાલી રહ્યા હતા જેમાં પિસ્ટન લગાવવામાં આવ્યું હતું. તેમની સ્પીડ ઓછી હતી અને તેઓ વધુ અવાજ કરતા હતા. આ જ કારણ હતું કે તે યુગના વિમાનમાં મુસાફરી કરતી વખતે મુસાફરોને કંફર્ટેબલ ન હતું. પરંતુ 'ડી હેવિલેન્ડ કોમેટ' 50 ટકા વધુ સારું હતું. તેની સ્પીડ પણ સારી હતી.

3 / 5
'ડી હેવિલેન્ડ કોમેટ' ડિઝાઇન કરનાર જેફ્રી ડી હેવિલેન્ડે વિમાનમાં યાત્રીઓની સુવિધા માટે ઘણા ફેરફારો કર્યા હતા. જેવા કે તેમાં ઘોસ્ટ 50 Mk1 એન્જિન લગાવામાં આવ્યું હતું, જે તે યુગના એન્જિન કરતાં સ્પીડમાં વધુ સારું હતું. એટલે કે તેની ઝડપ વધી ગઈ હતી. આ સિવાય ઊંચાઈએ ઉડતી વખતે મુસાફરોને ઓક્સિજન સંબંધિત સમસ્યા ન થાય તેથી તેમાં ઓક્સિજનનું દબાણ જળવાઈ રહે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

4 / 5
આ વિમાન બનાવવાની પણ પોતાની કહાની છે. વિમાનને ડિઝાઇન કરનારી કંપનીએ તેને બનાવવાનું બીજા વિશ્વયુદ્ધ પહેલા શરૂ કરી દીધું હતું, પરંતુ યુદ્ધ શરૂ થયા બાદ આ પ્રોજેક્ટની ગતિ પર પૂર્ણવિરામ મૂકવામાં આવ્યું હતું. વિશ્વયુદ્ધ પછી કંપનીએ ફરીથી તેના પર કામ કરવાનું શરૂ કર્યું. સૌથી પહેલા તેનો પ્રોટોટાઈપ તૈયાર કરવામાં આવ્યો. તેની કોકપીટમાં પહેલેથી જ અસ્તિત્વમાં રહેલી કોમર્શિયલ એરલાઈન્સના એન્જિનિયરો બેઠા હતા. તેણે ઉડાન ભરી અને તેનો અનુભવ લેવામાં આવ્યો.

5 / 5
ફ્લાઇટના સફળ ઉડાન ભર્યા બાદ વિમાનને કોમર્શિયલી લોન્ચ કરવાની યોજના હતી. તેથી વિમાન તૈયાર કરનાર કંપની હેવિલેન્ડે બ્રિટિશ ઓવરસીઝ એરવેઝ કોર્પોરેશન માટે જેટ એરક્રાફ્ટ બનાવ્યું. એરલાઇનમાં જોડાયાના થોડા વર્ષોમાં જ વિમાન સંબંધિત અકસ્માતો થયા હતા. 1954માં આવા તમામ વિમાનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. 1957માં જાણીતી કંપની બોઇંગની એન્ટ્રી બાદ હેવિલેન્ડ કંપની બંધ થઇ ગઇ અને બોઇંગનું માર્કેટ વધવા લાગ્યું.

Next Photo Gallery