આ કોચની મુખ્ય વિશેષતા એ છે કે તેઓ પરંપરાગત MEMU કોચ કરતાં ઓછી જાળવણી કરે છે. ત્રીજા તબક્કાના આ MEMU કોચ પણ સારી પેસેન્જર સુવિધાઓ પૂરી પાડે છે. આ દરેક કોચમાં એફઆરપી પેનલિંગ, પહોળી બારીઓ, ગાદીવાળી બેઠકો, મોબાઈલ ચાર્જિંગ સોકેટ અને સ્લાઈડિંગ દરવાજા સાથે ભવ્ય ઈન્ટિરિયર છે. ઉપરાંત, દરેક કોચમાં 50 ટકા ઈમરજન્સી લાઇટિંગ સાથે વીજળી બચાવતી એલઇડી લાઇટ ફિટિંગ આપવામાં આવી છે. આ ઉપરાંત, GPS આધારિત પબ્લિક એડ્રેસ એન્ડ પેસેન્જર ઇન્ફર્મેશન સિસ્ટમ (PAPIS) જેમાં સ્ક્રીન ડિસ્પ્લે તેમજ દરેક કોચમાં લાઉડ સ્પીકર્સનો સમાવેશ થાય છે, જે મુસાફરોને માર્ગ પરના રેલવે સ્ટેશનો વિશે માહિતગાર કરે છે.