Gujarati News Photo gallery The phone will ring even in silent mode Now no call will be missed just do the setting phone tips and tricks
Silent Modeમાં પણ વાગશે ફોન ! હવે નહીં થાય કોઈ કોલ મિસ, કરી લો માત્ર સેટિંગ
શું તમે સૂતી વખતે મહત્વપૂર્ણ કૉલ ચૂકી જાઓ છો? આ ટ્રિક પછી તમે કોઈ મહત્વપૂર્ણ કોલ મિસ નહીં થાય, આ માટે તમારે તમારા ફોનમાં સેવ કરેલા કોન્ટેક્ટ નંબર પર આ સેટિંગ કરવાનું રહેશે. આ પછી, જ્યારે તમે મહત્વપૂર્ણ નંબરો પરથી કૉલ્સ પ્રાપ્ત કરશો ત્યારે પણ તમારો ફોન સાયલન્ટ મોડમાં પણ વાગશે.
1 / 6
ઘણીવાર લોકો સૂતા પહેલા તેમના ફોનને સાયલન્ટ મોડ પર મૂકી દે છે, જેથી વારંવાર ફોન કરવાથી તેમની ઊંઘમાં ખલેલ ન પડે. શાંતિથી સૂવા માટે આમ કરવુ યોગ્ય છે. પરંતુ આ પ્રક્રિયામાં ઘણી વખત મહત્વપૂર્ણ ફોન કોલ્સ ચૂકી જઈએ છે. ખાસ તો ત્યારે જ્યારે કોઈ વ્યક્તિ મુશ્કેલીમાં હોય અને તમને ફોન કરી રહ્યું હોય અથવા તમારી પાસે ખૂબ જ મહત્વપૂર્ણ કામ હોય અને ફોન સાઈલેન્ટ પર હોય. આવી સ્થિતિમાં, જ્યારે તમારી આંખ ખુલે છે, ત્યારે અફસોસ સિવાય કંઈ બચતું નથી.
2 / 6
ત્યારે આ સમસ્યાથી બચવા માટે તમે ફોનમાં એવું સેટિંગ કરી શકો છો કે જેમાં તમે સિલેક્ટ કરેલા નંબર પરથી કોલ આવે ત્યારે સાયલન્ટ ફોન પણ વાગવા લાગશે. આ સાથે તમે તમારા ખાસ લોકોના કોલ ક્યારેય મિસ નહીં કરો. આમાં તમે ફક્ત તે જ નંબર પસંદ કરી શકો છો જેના કૉલ તમે ક્યારેય મિસ કરવા માંગતા નથી.
3 / 6
ખાસ લોકોના કૉલને મીસ ન કરવા માંગતા હોવ તો તમે તમારા પસંદ કરેલા નંબરો પર ઇમરજન્સી બાયપાસ સેટ કરી શકો છો. એપલના આઈફોનમાં તમને ઈમરજન્સી બાયપાસ ફીચર સરળતાથી મળી જશે. જો તમે એન્ડ્રોઈડ યુઝર છો તો તમારે થર્ડ પાર્ટી એપ્લીકેશન ઈન્સ્ટોલ કરવી પડશે, જેના પછી તમે સેટિંગ્સ કરી શકો છો.
4 / 6
ઇમરજન્સી બાયપાસ સેટ કરવા માટે, તમારે તમારા ફોનમાં સાચવેલા સંપર્કો પર જવું પડશે. અહીં તમારે કોન્ટેક્ટ લિસ્ટમાં જવું પડશે, હવે એડિટ ઓપ્શન પર ક્લિક કરો. આ પછી, થોડું નીચે સ્ક્રોલ કરો, અહીં રિંગ ટોન વિકલ્પ દેખાશે, તેના પર ક્લિક કરો.
5 / 6
હવે ઈમરજન્સી બાયપાસ વિકલ્પ પર જાઓ અને તેને ચાલુ કરો. ચાલુ કર્યા પછી, પૂર્ણ વિકલ્પ પર ક્લિક કરો. આ સેટિંગ કર્યા પછી, જ્યારે તમે સાયલન્ટ મોડમાં આ પસંદ કરેલા નંબરો પરથી કૉલ પ્રાપ્ત કરશો ત્યારે તમારો ફોન જોરથી વાગશે.
6 / 6
નોંધ કરો કે તમે પહેલાથી જ આ સુવિધા ફક્ત આઇફોનમાં જ મેળવી રહ્યા છો, જો તમે એન્ડ્રોઇડ યુઝર છો તો તમારે ઑનલાઇન કોઈ થર્ડ પાર્ટી એપની મદદ લેવી પડશે.