
અહેવાલો અનુસાર, નાગા ચૈતન્યએ છૂટાછેડા પછી સામંથાને 200 કરોડ રૂપિયાની એલિમોની ઓફર કરી હતી. પરંતુ અભિનેત્રીએ તેને લેવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.

થોડા સમય પછી ફરી રિપોર્ટ આવ્યો કે નાગાએ હવે 50 કરોડ રૂપિયાની ઓફર કરી હતી પરંતુ સામંથાએ તે પણ રુપિયા સ્વિકારવાની ના પાડી દીધી હતી.

અહેવાલો અનુસાર, છૂટાછેડા પછી સામંથા ઈમોશનલી ટૂટી ગઈ હતી અને તે બાદ તે ખુબ જ બિમાર પણ પડી ગઈ હતી. તે સમયે તેને પૈસા નહીં પણ માત્ર પ્રેમ જોઈતો હતો.

છૂટાછેડા પછી સામંથાની હાલ ખુબ જ ગંભીર થઈ ગઈ હતી. તેને ઓટો ઇમ્યુન ડિસીઝ હોવાનું સામે આવ્યું હતું, ત્યારબાદ તેણે સારવાર માટે એક્ટિંગમાંથી બ્રેક લીધો હતો. થોડા સમય બાદ સામંથા કામ પર પરત ફરી છે. હાલમાં જ તે વરુણ ધવન સાથે સિટાડેલ હની બન્નીમાં જોવા મળી હતી.

ત્યારે ધનશ્રી ચહલના છૂટાછેડાના સમાચાર બાદ એલિમનીને લઈને પણ ખુબ ચર્ચા થઈ રહી છે ત્યારે સામંથાની પણ વાત સામે આવી છે જેણે 200 કરોડની એલિમની ઠુકરાવી દીધી, જેના આ કામથી લોકો તેની ખુબ જ પ્રસંશા કરી રહ્યા છે અને કહી રહ્યા છે આ ખરેખર એક ઈન્ડિપેન્ડન્ટ વુમન છે, તે ખરેખર ખુબ સ્વમાની છે.