સનશાઈન પિક્ચર્સ એ જાણીતી પ્રોડક્શન કંપનીઓમાંની એક છે જે ફિલ્મો અને વેબ સિરીઝના નિર્માણ, વિકાસ, માર્કેટિંગ અને વિતરણના વ્યવસાય સાથે સંકળાયેલી છે. આ કંપનીના પોપ્યુલર પ્રોજેક્ટ્સની વાત કરીએ તો ધ કેરલા સ્ટોરી, કમાન્ડો, ફોર્સ, એક્શન રિપ્લે જેવી ફિલ્મો સામેલ છે. તમને જણાવી દઈએ કે કેરળ સ્ટોરી ને લઈને ઘણો વિવાદ થયો હતો. આ ફિલ્મનું નિર્માણ વિપુલ શાહે કર્યું છે. સનશાઈન પિક્ચર્સ પેનોરમા સ્ટુડિયો ઈન્ટરનેશનલ, બાવેજા સ્ટુડિયો અને બાલાજી ટેલિફિલ્મ્સ જેવી લિસ્ટેડ કંપનીઓ સાથે સ્પર્ધા કરશે.