ફકત 5 કલાકમાં પૂરી થશે ઉદયપુર-અમદાવાદ વચ્ચેની સફર, પહાડો અને નદીઓ વચ્ચેથી પસાર થશે ટ્રેક

|

Jul 23, 2022 | 6:44 PM

Udaipur-Ahmedabad Train: 13 વર્ષ બાદ પ્રથમ વખત ઉદયપુર-અમદાવાદ બ્રોડગેજ ટ્રેક સાથે જોડાઈ રહ્યું છે. આ રુટથી ઉદયપુર-અમદાવાદના મુસાફરોની મુસાફરી યાદગાર બનશે. આ ટ્રેક પર રાજસ્થાનની બીજી સૌથી લાંબી ટનલ બનાવવામાં આવી છે, જેની લંબાઈ 821 મીટર છે. આ એક ટ્રેક હશે જે પર્વતો, નદીઓ અને જંગલો વચ્ચેથી પસાર થશે. ઘણા પુલ અને રેલ્વે ટનલ પણ હશે. દર વર્ષે લાખો પ્રવાસીઓ ઉદયપુરની મુલાકાત લે છે. આ ટ્રેકને કારણે મુસાફરોની સંખ્યા વધશે.

1 / 5
તળાવોનું શહેર એટલે ઉદયપુર. રાજસ્થાનનું આ શહેર ભારતના ફેમસ પ્રવાસન સ્થળમાંથી એક છે. હમણા સુધી આ શહેર રેલ કનેક્ટિવિટીથી વચિંત હતુ, પણ 13 વર્ષ બાદ ઉદરપુર-અમદાવાદ રેલવે લાઈનના પરિવર્તન બાદ આ શહેર ભારતના અનેક શહેરો સાથે જોડાશે. ઉદરપુર-અમદાવાદ રેલવે લાઈનનું અંતિમ નિરિક્ષણ થઈ ગયુ છે. આવનારા સમયમાં આ ટ્રેનોને સ્વીકૃતિ પણ મળી જશે.

2 / 5
આ ટ્રેક પહાડો, નદીઓ અને જંગલો વચ્ચેથી પસાર થશે. જેના કારણે ઉદયપુરને ગુજરાતની સાથે સાથે દક્ષિણ ભારત સાથે જોડતો આ ટ્રેક પ્રકૃતિના સૌદંર્યની સાથે સાથે એડવેન્ચરનો પણ એહસાસ કરાવશે. આ ટ્રેક બ્રિજ અને ટલનમાંથી પણ પસાર થાય છે. આ ટ્રેક 6 વર્ષ પહેલા બંધ કરવામાં આવી હતી. ત્યાર બાદ અમદાવાદ-ઉદરપુર વચ્ચે કોઈ ટ્રેનનું સંચાલન નહતુ થતુ.

3 / 5
આ ટ્રેક માટે આધુનિક ટેકનીકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઉદયપુર-અમદાવાદના આ ટ્રેક પર કુલ 36 સ્ટેશન આવશે.

4 / 5
રાજસ્થાનની બીજી સૌથી લાંબી ટનલ આ ટ્રેક પર બનાવવામાં આવી છે, જેની લંબાઈ 821 મીટર છે. અંદાજે 2136 કરોડના ખર્ચે બનેલ આ રેલ્વે ટ્રેક વર્ષ 2009માં શરૂ કરવામાં આવ્યો હતો, પરંતુ કેટલીક વખત બજેટના અભાવે કે ઇચ્છાશક્તિના અભાવે કામ ધીમી ગતિએ શરૂ થયું હતું, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં કામે વેગ પકડ્યો હતો અને કામ પૂર્ણ થયું છે.

5 / 5
દર વર્ષે હજારોની સંખ્યામાં લોકો ઉદયપુર ફરવા જાય છે. આ ટ્રેકને કારણે આ સંખ્યા હજુ વધશે. ઉદયપુરમાં ફરવા આવતા પ્રવાસીઓમાંથી 35 ટકા પ્રવાસીઓ ગુજરાતથી આવે છે.

Next Photo Gallery