
કાલુપુર જેવા વિસ્તારોમાં બસ સ્ટેન્ડ પર પેડલ રિક્ષાઓ અને ખાનાબદોશ લોકો અડ્ડો જમાવી દે છે. જ્યારે મોટી સરકારી કચેરીઓ અને ટ્રાફિકથી ધમધમતા કેટલાક વિસ્તારોમાં બસ સ્ટેન્ડ પર અને આજુબાજુમાં પાન મસાલા, ગુટકા, સિગારેટ ના ખૂમચા લાગી જાય છે. જમાલપુર જેવા વિસ્તારમાં બસ સ્ટેન્ડ પર પાળેલા પશુઓને પાર્ક કરી દીધા હોય એવા દ્રશ્યો જોવા મળી જાય.

મહત્વની વાત એ છે કે પ્રવાસીઓની સગવડ માટે બનાવેલા આધુનિક બેઠકો સાથેના બસ સ્ટેન્ડ પર કડક સૂચના તો લાગી ગઈ છે, હવે અમલ જ બાકી છે...!!
Published On - 8:27 pm, Sat, 25 March 23