ડુંગળીના ભાવ આંખમાં આસું ન લાવે તે માટે સરકારે મોટું પગલું ભર્યું, કિંમતો કાબુમાં રાખવા મહત્વના નિર્ણય લેવાયા

સરકારે અત્યાર સુધીમાં 2023ની ખરીફ સિઝનમાં બફર સ્ટોક જાળવી રાખવા માટે 25,000 ટન ડુંગળીની ખરીદી કરી છે. ગ્રાહક બાબતોના સચિવ રોહિત કુમાર સિંહે આ માહિતી આપી છે. સરકાર બફર સ્ટોક જાળવવા માટે ડુંગળીની ખરીદી કરી રહી છે અને સ્થાનિક પ્રાપ્યતા વધારવા અને ભાવ નિયંત્રણમાં રાખવા માટે બજારમાં હસ્તક્ષેપ કરી રહી છે.

| Edited By: | Updated on: Jan 02, 2024 | 8:13 AM
4 / 6
સચિવના જણાવ્યા અનુસાર, સરકારે ગયા વર્ષની રવિ સિઝનમાં 5 લાખ ટન ડુંગળીની ખરીદી કરી હતી અને બફર સ્ટોકના લક્ષ્યાંકમાં વધારો થવાને કારણે તે 2 લાખ ટન ખરીફ ડુંગળીની ખરીદી કરી રહી છે. તેમણે જણાવ્યું કે, અત્યાર સુધીમાં લગભગ 25,000 ટન ખરીફ ડુંગળીની મંડીઓમાંથી ખરીદી કરવામાં આવી છે અને વધુ ખરીદી ચાલુ છે.

5 / 6
સૂત્રો અનુસાર ઉપજમાં થોડા વધારા સાથે 3.04 લાખ ટન ડુંગળી બજારમાં આવી છે. બફર સ્ટોકમાં પડેલા 5 લાખ ટન રવી ડુંગળીમાંથી, સરકારે કિંમતોને નિયંત્રિત કરવા માટે સહકારી સંસ્થાઓ NAFED અને NCCF દ્વારા 3.04 લાખ ટન ડુંગળી બજારમાં મુકી છે.

6 / 6
સરકારના આ  પગલાને કારણે એક મહિના પહેલાની સરખામણીમાં ડુંગળીની અખિલ ભારતીય સરેરાશ છૂટક કિંમત 27.58% ઘટીને 42 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. રિટેલ ભાવમાં તીવ્ર વધારો રોકવા માટે સરકારે 31 માર્ચ સુધી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે.