વિદેશની ટ્રીપના ખર્ચા કરતા પણ મોંઘુ છે ભારતની આ Luxury Trainનું ભાડુ! જાણો આ ટ્રેન વિશે સંપૂર્ણ માહિતી

|

Jun 24, 2022 | 10:16 PM

ભારતીય ટ્રેનો ભારતની શાન સમાન છે. ભારતના ખૂણે ખૂણે સુધી પહોંચતી ભારતીય ટ્રેનોની સુવિધામાં વધારો કરવાનું કામ ભારતીય રેલ્વે સતત કરતુ આવ્યુ છે. જો તમે મુસાફરીના શોખીન છો, તમને મુસાફરી કરવાનું પસંદ છે અને તમારું બજેટ સારું છે તો તમારે એકવાર ભારતની રોયલ ટ્રેનની (Luxury Trains) મુલાકાત અવશ્ય લેવી જોઈએ.

1 / 5
ભારતીય ટ્રેનો ભારતની શાન સમાન છે. ભારતના ખૂણે ખૂણે સુધી પહોંચતી ભારતીય ટ્રેનોની સુવિધામાં વધારો કરવાનું કામ ભારતીય રેલ્વે સતત કરતુ આવ્યુ છે. જો તમે મુસાફરીના શોખીન છો, તમને મુસાફરી કરવાનું પસંદ છે અને તમારું બજેટ સારું છે, તો તમારે એકવાર ભારતની રોયલ ટ્રેનની મુલાકાત અવશ્ય લેવી જોઈએ. વિદેશી પ્રવાસીઓ પણ આ ટ્રેનોની મુસાફરીનો આનંદ માણવા ભારત આવે છે. આમાં બેસવા માટે તમારે એટલુ ભાડુ ચૂકવવું પડે છે કે તે રકમમાં તમે વિદેશ પ્રવાસ કરી શકો.

2 / 5
મહારાજા એકસપ્રેસ :   તમામ ભારતીય લક્ઝરી ટ્રેનોમાં શ્રેષ્ઠ, મહારાજા એક્સપ્રેસ એ વિશ્વની 5 સૌથી લક્ઝરી ટ્રેનોમાંની એક છે. આ અડધા-માઈલ લાંબી ટ્રેનમાં ઉચ્ચ ગુણવત્તાની સવિધા, સંપૂર્ણ ભરાયેલા બાર, ભવ્ય સુવિધાથી યુક્ત છે અને તે ભારતની સૌથી મોંઘી ટ્રેનોમાંની એક છે. તેની 8 દિવસની યાત્રાનો ખર્ચ 4, 58,280 જેટલો છે.  તેને વર્ષ 2012, 2013 અને 2014 માટે સતત 'વિશ્વની અગ્રણી લક્ઝરી ટ્રેન' તરીકે સૌથી વધુ મત આપવામાં આવ્યો હતો.

3 / 5
પેલેસ ઓન વ્હીલ્સઃ આ ભારતની પ્રથમ લક્ઝરી ટ્રેન છે. તેની શરૂઆત 26 જાન્યુઆરી 1982ના રોજ કરવામાં આવી હતી. ટ્રેનના દરેક કોચને અંદરથી પીરોજ, રૂબી અને મોતીના રંગોથી શણગારવામાં આવ્યા છે. તેની અંદર એક આયુર્વેદિક સ્પા પણ છે. એક સમયે હૈદરાબાદના નિઝામ, રાજપૂતાના રજવાડાના શાસક આ ટ્રેનમાં મુસાફરી કરતા હતા. ટ્રેન દિલ્હીથી રાજસ્થાન માટે રવાના થાય છે અને ઘણા સ્ટોપ પર સુંદર નજારો આપે છે. આ ટ્રેન જયપુર, સવાઈ માધોપુર, ચિત્તોડગઢ, ઉદયપુર, જોધપુર, જેસલમેર, ભરતપુર, આગ્રા થઈને દિલ્હી પરત આવે છે. આ ટ્રેનનું ભાડું 2,10,000 રૂપિયા સાથે 4.5% સર્વિસ ટેક્સથી શરૂ થાય છે.

4 / 5
ધ ડેક્કન ઓડિસીઃ આ ટ્રેન શાહી પ્રવાસ માટે પણ જાણીતી છે. પેલેસ ઓન વ્હીલ્સની તર્જ પર બનેલી આ ટ્રેન મહારાષ્ટ્રમાં પ્રવાસ કરે છે.  તેની શરૂઆત વર્ષ 2004માં કરવામાં આવી હતી. આ ટ્રેન 7 દિવસની મુસાફરી કરે છે. આ ટ્રેન મુંબઈથી રત્નાગીરી, સિંધુદુર્ગ, ગોવા, બેલગામ, કોલ્હાપુર, પુણે, નાસિક, ઔરંગાબાદ, અજંતા-ઈલોરા અને પછી મુંબઈ પરત જાય છે. આમાં તમને રોયલ રેસ્ટોરન્ટ, સ્પા, લાઉન્જ અને બાર, ટીવી, કેબલ કનેક્શન, સેલ ફોન, ચેનલ મ્યુઝિક અને ફોરેન એક્સચેન્જ જેવી ઘણી સુવિધાઓ મળશે. આમાં મુસાફરી કરવા માટે સિંગલ ઓક્યુપન્સી માટે લગભગ 5 લાખ 12 હજાર 400, ડબલ ઓક્યુપન્સી માટે 7 લાખ 35 હજાર અને ટ્રિપલ ઓક્યુપન્સી માટે 11 લાખ 9 હજાર 850 રૂપિયાનો ખર્ચ કરવો પડશે.

5 / 5
ધ ગોલ્ડન ચેરિયટ :  તે 2008 માં શરૂ થયું હતું, જે કર્ણાટક રાજ્ય પ્રવાસન વિકાસ નિગમની માલિકીની છે. આઈઆરસીટીસીએ તેને માર્કેટિંગ અને જાળવણી માટે સંભાળી લીધું છે. આ લક્ઝરી ટ્રેન દક્ષિણ ભારતના કર્ણાટક, ગોવા, કેરળ, તમિલનાડુ અને પોંડિચેરી રાજ્યોમાં લોકપ્રિય સ્થળોની મુસાફરી કરે છે. 7 રાત માટે 1,82,000 રૂપિયા પ્રતિ વ્યક્તિ છે.

Next Photo Gallery