
સીલિંગ ફેનના બ્લેડ પર ઘણી વખત ધૂળ જમા થાય છે, જેના કારણે પંખો ચાલતી વખતે અવાજ કરે છે. આવી સ્થિતિમાં સીલિંગ ફેનની બ્લેડને સાફ કરવાથી પંખામાંથી આવતો અવાજ બંધ થઈ જશે.

સીલિંગ ફેનના બ્લેડ સાથે જોડાયેલા સ્ક્રૂ પણ ક્યારેક ઢીલા પડી જાય છે. આ કારણે પણ પંખો અવાજ કરવા લાગે છે, આથી તમે બ્લેડમાં સ્ક્રૂ ટાઈટ કરી શકો છો

પંખાની મોટર બગડવાના કારણે પણ પંખો અવાજ કરવા લાગે છે. આવી સ્થિતિમાં તમે ટેકનિશિયન પાસે સીલિંગ ફેનની મોટર ચેક કરાવી શકો છો.

ઘણી વખત પંખાના પાંખીયા નમી ગયા હોય ત્યારે પણ તેમાંથી અવાજ આવવા લાગે છે. આવી સ્થિતિમાં પંખા અને તેના પાંખીયાને સીધા કરો

ક્યારેક સીલિંગ ફેનમાં ઓઈલ સુકાઈ જવાને કારણે પણ પંખો અવાજ કરે છે. આવી સ્થિતિમાં, પંખાના તમામ ભાગોમાં થોડું તેલ ઉમેરો.
Published On - 11:19 am, Sun, 9 March 25