ભારતના ચૂંટણી પંચે સચિન તેંડુલકરને પોતાની સાથે સાંકળી લીધો છે. જણાવી દઈએ કે સચિન તેંડુલકરે લગભગ અઢી દાયકા સુધી વિશ્વ ક્રિકેટ પર રાજ કર્યું. આ દરમિયાન તેણે સૌથી વધુ રન, સૌથી વધુ સદીનો રેકોર્ડ બનાવ્યો હતો. તે 200 ટેસ્ટ મેચ રમનાર એકમાત્ર ક્રિકેટર પણ છે.
24 વર્ષ સુધી ક્રિકેટમાં રહીને એક જ છબી જાળવી રાખવી સરળ નથી. પરંતુ, સચિને આમ કરીને બતાવ્યું અને હવે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી પણ તેની એ છબી એવી જ છે.
5 / 5
સચિન તેંડુલકર પણ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. અહીં તેના ઘણા ફોલોઅર્સ છે અને આ પણ એક મોટું કારણ છે, જેના કારણે ચૂંટણી પંચે તેમને પોતાનો નેશનલ આઇકોન બનાવવાનો નિર્ણય લીધો હશે.