રેલવેનો 43 વર્ષ જૂનો RAC નિયમ થશે બંધ! હવે ટ્રેનમાં પૂરેપૂરું ભાડું ચૂકવીને અડધી સીટ નહીં મળે

રેલવેની 43 વર્ષ જૂની RAC ટિકિટ વ્યવસ્થા બંધ કરવાની વિચારણા ચાલી રહી છે. એટલે કે તમે પુરુ ભાડું ચૂકવો છો છત્તા અડધી સીટ મળે છે, ત્યારે હવે આ નિયમથી તમને પુરે પુરી સીડ મળશે. રેલવેના કેટલાક વરિષ્ઠ અધિકારીઓનું માનવું છે કે ડિજિટલ ટિકિટ ચેકિંગ સિસ્ટમ આવ્યા બાદ હવે આ વ્યવસ્થાની જરૂરિયાત ઓછી થઈ ગઈ છે.

| Updated on: Nov 21, 2026 | 11:43 AM
1 / 8
ભારતીય રેલવેમાં મુસાફરી કરતા કરોડો મુસાફરો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. રેલવેની 43 વર્ષ જૂની RAC ટિકિટ વ્યવસ્થા બંધ કરવાની વિચારણા ચાલી રહી છે. એટલે કે તમે પુરુ ભાડું ચૂકવો છો છત્તા અડધી સીટ મળે છે, ત્યારે હવે આ નિયમથી તમને પુરે પુરી સીડ મળશે.  રેલવેના કેટલાક વરિષ્ઠ અધિકારીઓનું માનવું છે કે ડિજિટલ ટિકિટ ચેકિંગ સિસ્ટમ આવ્યા બાદ હવે આ વ્યવસ્થાની જરૂરિયાત ઓછી થઈ ગઈ છે. જો રેલવે મંત્રાલય આ પ્રસ્તાવને મંજૂરી આપે છે, તો RAC ટિકિટ પર મુસાફરી કરતા મુસાફરો માટે મોટો ફેરફાર થઈ શકે છે. જોકે, હાલમાં આ અંગે કોઈ અંતિમ નિર્ણય જાહેર કરવામાં આવ્યો નથી.

2 / 8
શું છે RAC ટિકિટની વ્યવસ્થા? RAC એટલે કે Reservation Against Cancellation. આ વ્યવસ્થા હેઠળ મુસાફરોને ટ્રેનમાં મુસાફરી કરવાની મંજૂરી મળે છે, પરંતુ તેમને સંપૂર્ણ સીટ મળતી નથી. સામાન્ય રીતે 2 RAC મુસાફરોને એક સાઇડ લોઅર બર્થ (સીટ) ફાળવવામાં આવે છે અને બંનેએ ટિકિટનું પૂરું ભાડું ચૂકવવું પડે છે. જો ટ્રેનમાં કન્ફર્મ ટિકિટ ધરાવનાર કોઈ મુસાફર મુસાફરી કરવા ન આવે અથવા તેની બર્થ ખાલી થાય, તો RAC મુસાફરને સંપૂર્ણ બર્થ મળવાની શક્યતા રહે છે.

3 / 8
કેમ શરુ થઈ હતી આ સેવા?  : ભારતીય રેલવેમાં RAC વ્યવસ્થાની શરૂઆત 1983-84માં તત્કાલીન રેલવે મંત્રી એ.બી.એ. ગની ખાન ચૌધરી દ્વારા કરવામાં આવી હતી. તે સમયે રેલવેની ટિકિટ બુકિંગ અને રિઝર્વેશન સિસ્ટમ આજની જેમ ડિજિટલ નહોતી. ઘણી વખત કન્ફર્મ ટિકિટ ધરાવતા મુસાફરો ટ્રેનમાં મુસાફરી કરવા આવતા નહોતા અને તેમની બર્થ ખાલી રહેતી હતી. આવી સ્થિતિમાં વેઇટિંગ લિસ્ટમાં રહેલા મુસાફરોને મુસાફરીની તક આપવા માટે RAC વ્યવસ્થા શરૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત રેલવે કર્મચારીઓ દ્વારા મનસ્વી રીતે બર્થ ફાળવવાની શક્યતાઓ ઘટાડવાનો પણ તેનો હેતુ હતો.

4 / 8
2016માં RAC બર્થની સંખ્યામાં થયો હતો વધારો : વધુ મુસાફરોને આ સુવિધાનો લાભ મળે તે માટે રેલવેએ વર્ષ 2016માં RAC બર્થની સંખ્યામાં વધારો કર્યો હતો. સ્લીપર ક્લાસમાં દરેક કોચમાં અગાઉ 5 સાઇડ લોઅર બર્થ RAC માટે અનામત રાખવામાં આવતી હતી, જેના પર 10 મુસાફરો મુસાફરી કરી શકતા હતા. ત્યારબાદ બર્થની સંખ્યા વધારીને 7 કરવામાં આવી, જેથી 14 મુસાફરોને જગ્યા મળી શકે. તેવી જ રીતે 3ACમાં RAC બર્થની સંખ્યા 2થી વધારીને 4 અને 2ACમાં 2થી વધારીને 3 કરવામાં આવી હતી. પરિણામે આ બંને કોચમાં અનુક્રમે 8 અને 6 મુસાફરોને RAC હેઠળ જગ્યા મળવા લાગી.

5 / 8
ડિજિટલ સિસ્ટમને કારણે RAC વ્યવસ્થા બંધ કરવાની વિચારણા : રેલવે અધિકારીઓના મતે, હવે ટિકિટ ચેકિંગની સમગ્ર પ્રક્રિયા ડિજિટલ થઈ ગઈ છે. ટ્રેન ટિકિટ એક્ઝામિનર (TTE) પાસે હેન્ડ હેલ્ડ ટર્મિનલ (HHT) હોય છે, જે રેલવેની ટિકિટિંગ સિસ્ટમ સાથે જોડાયેલું હોય છે. જો કોઈ કન્ફર્મ ટિકિટ ધરાવતો મુસાફર ટ્રેનમાં હાજર ન થાય, તો TTE સિસ્ટમમાં તેની માહિતી નો ટર્ન-અપ તરીકે અપડેટ કરી શકે છે. ત્યારબાદ ખાલી થયેલી બર્થ આગામી સ્ટેશનથી મુસાફરી શરૂ કરનારા મુસાફરોને કરંટ બુકિંગ હેઠળ ફાળવી શકાય છે. અધિકારીઓનું માનવું છે કે આ પ્રક્રિયાથી RAC જેવી વ્યવસ્થાની જરૂરિયાત ઘટી શકે છે.

6 / 8
ટિકિટ બુક કરીને ટ્રેનમાં ના બેસો તો રિફંડના નિયમો : RAC વ્યવસ્થાની સમીક્ષા પાછળનું બીજું કારણ ટિકિટ રિફંડના નિયમો છે. વર્ષ 2015માં ટિકિટ કેન્સલેશનના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. આ નિયમો અનુસાર, કન્ફર્મ ટિકિટ ધરાવતો મુસાફર કોઈપણ કારણસર ટ્રેનમાં મુસાફરી કરવા ન પહોંચે તો તેને ટિકિટનું સંપૂર્ણ ભાડું ગુમાવવું પડી શકે છે. એટલે કે રેલવેને મુસાફર તરફથી ભાડું પહેલેથી મળી ગયું હોય છે. આવી સ્થિતિમાં ખાલી બર્થ આગામી સ્ટેશનથી મુસાફરી કરનારા અન્ય મુસાફરને સંપૂર્ણ ભાડે ફાળવી શકાય છે. અધિકારીઓના મતે, આ વ્યવસ્થામાં રેલવેને નાણાકીય નુકસાન થતું નથી.

7 / 8
RAC મુસાફરોને ભાડામાં આંશિક રિફંડ આપવાની પણ ભલામણ : RAC ટિકિટ ધરાવતા મુસાફરો પાસેથી સંપૂર્ણ ભાડું વસૂલવા છતાં તેમને અડધી બર્થ મળતી હોવાનો મુદ્દો લાંબા સમયથી ચર્ચામાં છે. આ અંગે સંસદની પબ્લિક એકાઉન્ટ્સ કમિટી (PAC)એ પણ ચિંતા વ્યક્ત કરી હતી. 4 ફેબ્રુઆરી 2026ના રોજ લોકસભામાં રજૂ કરાયેલા અહેવાલમાં સમિતિએ જણાવ્યું હતું કે જો ચાર્ટ તૈયાર થયા પછી પણ મુસાફર RAC કેટેગરીમાં રહે અને તેને સંપૂર્ણ બર્થ ન મળે, તો તેની પાસેથી પૂરું ભાડું વસૂલવું યોગ્ય નથી. સમિતિએ આવા મુસાફરોને ભાડાનો અમુક હિસ્સો પરત મળે તેવી વ્યવસ્થા બનાવવાની રેલવે મંત્રાલયને ભલામણ કરી હતી. જોકે, ઓનલાઈન અને રેલવે કાઉન્ટર પરથી થતી બુકિંગ માટે એકસમાન રિફંડ વ્યવસ્થા બનાવવી પડકારજનક બની શકે છે.

8 / 8
શું RAC ટિકિટ ખરેખર બંધ થઈ જશે? : હાલમાં RAC વ્યવસ્થા બંધ કરવા અંગે રેલવે મંત્રાલયે કોઈ અંતિમ નિર્ણય જાહેર કર્યો નથી. આ અંગે અધિકારીઓના સૂચનો અને વ્યવસ્થાની સમીક્ષા ચાલી રહી છે. જો આ પ્રસ્તાવને મંજૂરી મળશે, તો ટ્રેનમાં બર્થ ફાળવણી અને વેઇટિંગ લિસ્ટના મુસાફરોને મુસાફરી કરવાની વ્યવસ્થામાં મોટા ફેરફારો થઈ શકે છે. નોંધનીય છે કે વંદે ભારત સ્લીપર ટ્રેનોમાં હાલમાં RACની સુવિધા ઉપલબ્ધ નથી. તેમાં મુસાફરોને કન્ફર્મ બર્થ અથવા વેઇટિંગ લિસ્ટની ટિકિટ આપવામાં આવે છે.

Follow Us
Loading...
Unable to load recommendations.