
લોકો તેમના બોર્ડિંગ પાસ, લોયલ્ટી કાર્ડ, ગિફ્ટ કાર્ડ, મેટ્રો ટિકિટ, બસ ટિકિટ વગેરેને ગૂગલ વોલેટમાં સેવ કરી શકશે. આ સિવાય લોકો અહીં ઓફિસ આઈડી પણ સેવ કરી શકશે. જરૂરિયાતના સમયે, લોકો Google Wallet દ્વારા તેનો ઉપયોગ સરળતાથી કરી શકશે.

તમને જણાવી દઈએ કે, ગૂગલ વોલેટને સૌથી પહેલા 2011માં લોન્ચ કરવામાં આવ્યું હતું. જ્યારે કંપનીની પેમેન્ટ એપ 2018માં લોન્ચ કરવામાં આવી હતી. ભારત વિશે વાત કરીએ તો, કંપનીએ UPI પેમેન્ટ માટે 'Tez' નામની એપ લોન્ચ કરનારી સૌપ્રથમ હતી. જે બાદમાં બદલીને 'Google Pay' કરવામાં આવ્યું હતું. કોઈપણ વ્યક્તિ પ્લે સ્ટોર પરથી સરળતાથી ગૂગલ વોલેટ ડાઉનલોડ કરી શકશે.