
તમારા ફ્રિજનું સાચું સેટિંગ જાણવા માટે, કંપનીની સૂચનાઓ વાંચો અથવા તમે ફ્રિજ મોડેલ ઓનલાઈન પણ શોધી શકો છો. આ તમને માહિતી આપશે કે તમારી પાસે કયા નંબર પર ફ્રીજ સેટ કરે છે તે તાપમાન શું છે.

જો ગરમીમાં તમારા ફ્રિજનું તાપમાન ઓછું હોય છે તો તેનાથી અંદર ઓછી ઠંડક બને છે અને તેના કારણે ફ્રીજની અંદર રાખેલો ખોરાક જલદી બગડી શકે છે

આ સિવાય ફ્રીજમાં ઠંડુ કરવા રાખે પાણી પણ જડપથી ઠંડુ નહીં થાય અને ગરમીમાં તમે જોયું હશે ફ્રીજમાં રાખેલ શાકભાજી પણ સડી જાય છે આથી ફ્રીજને ગરમીમા યોગ્ય તાપમાને સેટ કરવું જરુરી છે

આ ઉપરાંત, ફ્રીજમાં ખોરાકનું પ્રમાણ, દરવાજો કેટલી વાર ખોલવામાં આવે છે અને ફ્રીજનું સ્થાન જેવા અન્ય પરિબળો પણ અંદરના તાપમાનને અસર કરી શકે છે. ખાલી ફ્રીજ કરતાં ભરેલું ફ્રીજ ઠંડક વધુ સારી રીતે જાળવી રાખે છે. જો કે, વધુ પડતું ભરવું હવાના પરિભ્રમણને અવરોધી શકે છે.