
વાસણો ના મુકવા: કેટલાક લોકો ખોરાકને ઠંડુ કરવા માટે રેફ્રિજરેટરની ઉપર ગરમ વાસણ મુકે છે. તો કેટલાક લોકો ઉતાવળમાં ફ્રિજની ઉપર ખાલી વાસણો મુકી દે છે. આ આદત રેફ્રિજરેટર માટે પણ ખતરનાક છે. કારણે ફ્રિજ તેના ઉપરના ભાગેથી હિટ બહાર ફેંકે છે ત્યારે આ વાસણો તેની હિટ બહાર નીકાળવામાં આવરોધ બને છે, આમ લાંબા સમયે ફ્રિજનું આયુષ્ય ઘટી જાય છે અને જલદી ખરાબ થઈ જાય છે.

માઈક્રોવેવ યા ઓવન : ઘણા લોકો જગ્યાના અભાવે માઈક્રોવેવ ઓવનને ફ્રિજની ઉપર મુકી દે છે . માઈક્રોવેવ અને ઓવન પણ ઘણી ગરમી ઉત્સર્જન કરે છે. જો રેફ્રિજરેટરની ઉપર મૂકવામાં આવે તો, રેફ્રિજરેટરમાંથી ગરમી બહાર નીકળી શકતી નથી, અને માઈક્રોવેવની ગરમી રેફ્રિજરેટરને વધુ ગરમ કરે છે. આ રેફ્રિજરેટરના કોમ્પ્રેસરને ઝડપથી નુકસાન પહોંચાડી શકે છે અને ગેસ લીક જેવી સમસ્યાઓ તરફ થઈ શકે છે.

નિષ્ણાતોના મતે, રેફ્રિજરેટર ઉપરથી ગરમી છોડે છે. જો કોઈ વસ્તુ ઉપર મૂકવામાં આવે છે, તો ગરમી યોગ્ય રીતે છોડી શકતુ નથી, જે રેફ્રિજરેટરની અંદરની ઠંડકને અસર કરે છે. આ કોમ્પ્રેસર પર વધુ દબાણ લાવે છે અને ગેસ લીક જેવી સમસ્યાઓ તરફ દોરી શકે છે. તેથી, ટેકનિશિયન હંમેશા રેફ્રિજરેટરની ઉપર કંઈપણ ના રાખવાની સલાહ આપે છે.