
રેફ્રિજરેટર વારંવાર ખોલવાથી વીજળીનો વપરાશ વધે છે અને કોમ્પ્રેસરને પણ વધુ મહેનત કરવી પડે છે, જેથી કોમ્પ્રેસરની લાઈફ ઘટી શકે છે. આ ઉપરાંત, રેફ્રિજરેટર વારંવાર ખોલવાથી અંદરનું તાપમાન બદલાય છે, જેના કારણે ખોરાક ઝડપથી બગડી પણ શકે છે.

જ્યારે તમે રેફ્રિજરેટર ખોલો છો, ત્યારે ગરમ હવા અંદર જાય છે અને રેફ્રિજરેટરને ઠંડુ થવા માટે વધુ ઊર્જાની જરૂર પડે છે. આમ, તે વધારે વીજળીનો વપરાશ કરે છે અને તમારું બિલ પણ વધારે છે.

કોમ્પ્રેસરનું આયુષ્ય ઘટે: નિષ્ણાંતોના જણાવ્યા મુજબ ફ્રિજ વારંવાર ચાલુ બંધ થાય તો કોમ્પ્રેસર પણ વારંવાર ચાલુ અને બંધ થાય છે અને આમ તેનું આયુષ્ય ઘટી શકે છે.

તાપમાનમાં ફેરફાર: ફ્રિજને વારંવાર ખોલવાથી અંદરનું તાપમાન બદલાય છે, જેના કારણે ખોરાક ઝડપથી બગડી શકે છે.

બરફ જામી જવો:રેફ્રિજરેટર વારંવાર ખોલવાથી રેફ્રિજરેટરમાં બરફ બનવાની સમસ્યા પણ થઈ શકે છે, જેના કારણે તેની ઠંડક ક્ષમતા ઓછી થઈ જાય છે.