
સવારે 9.30 વાગે પરિસ્થિતિ વધુ બગડી હતી. આ સમયે શેર 4.23 ટકા તૂટ્યો હતો. લિસ્ટિંગ સાથે સારો નફો મેળવનાર ઘણા રોકાણકારોએ નફાવસૂલી શરૂ કરી હતી

આઇપીઓમાં રોકાણ બાદ તગડો નફો મેળવનાર રોકાણકાર હવે પ્રોફિટ બુકીંગ કરી રહ્યા છે.આજે સપ્તાહના છેલ્લાં દિવસે શેરમાં ભારે વેચાણ કર્યું હતું.

સવારે 9.47 વાગે શેર સાડાપાંચ ટકા આસપાસ નુકસાન સાથે 1243 રૂપિયા સુધી તૂટ્યો હતો. શેરમાં મજબૂત કમાણી બાદ નફાવસૂલી સતત વધતી રહી હતી

સવારે ૧૦ વાગ્યાબાદ થોડી રિકવરી આવી હતી 7.૫૦ ટકા સુધી નુકસાન સાથે કારોબાર કરતો શેર સાડા પાંચ ટકાના ઘટાડા સુધી થોડો રિકવર થયો હતો. સવારે 10.15 વાગે શેર 1,237.55 રૂપિયા પર 75.45 રૂપિયા અથવા 5.75% ઘટાડો બતાવી રહ્યો હતો
Published On - 10:20 am, Fri, 1 December 23