
ટાટા મોટર્સની Tata Tiago ઇલેક્ટ્રિક કારની કિંમતમાં 70 હજાર રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. કિંમતમાં ઘટાડા પછી હવે ટાટાની આ લોકપ્રિય ઇલેક્ટ્રિક કારની કિંમત 7.99 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ)થી શરૂ થાય છે.

માત્ર Tiago જ નહીં, પરંતુ Tata Motorsની Nexon EV પણ 1.20 લાખ રૂપિયા સુધી સસ્તી થઈ ગઈ છે. કિંમતમાં ઘટાડા બાદ હવે તમને આ કારનું લોંગ રેન્જ વેરિઅન્ટ 16.99 લાખ રૂપિયામાં મળશે. તો આ કારના બેઝ મોડલની કિંમત હવે 14.49 લાખ રૂપિયાથી શરૂ થાય છે.

મહિન્દ્રાએ થોડા સમય પહેલા XUV400 લોન્ચ કરી હતી છે. નવા વેરિઅન્ટની સાથે આ કારની કિંમતમાં 50 હજાર રૂપિયાનો ઘટાડો થયો છે અને હવે આ કારની નવી કિંમત 15.49 લાખ રૂપિયાથી લઈને 17.49 લાખ રૂપિયા સુધીની છે. મિડીયા રિપોર્ટ્સનું માનીએ તો આ કિંમતો 31 મે સુધી જ લાગુ રહેશે.