
મુંબઈમાં GQ બેસ્ટ ડ્રેસ્ડ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફંક્શનમાં તમન્ના પણ પહોંચી હતી. પર્પલ ગાઉનમાં તમન્નાના લુકને ચાહકોએ ખૂબ પસંદ કર્યો હતો.

આ ફંક્શનમાં તેણે પર્પલ રંગનો ચમકદાર બેકલેસ અને હોલ્ટર નેક બેકલેસ ડિઝાઇનનો ઇવનિંગ ગાઉન પહેર્યો હતો.

તમન્નાએ ગ્લોસી અને સ્મોકી મેકઅપ કર્યો હતો જેને તેના લૂકમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. જોકે તમન્નાના આ ગ્લેમરસ લુકથી ચાહકો ઘાયલ થયા છે.

તમન્નાના આ બોલ્ડ લુકના વખાણ સામાન્ય લોકો જ નહીં પરંતુ સેલિબ્રિટીઓએ પણ કર્યા છે. હવે આગામી સમયમાં તમન્ના ભાટિયા નિખિલ અડવાણીની ફિલ્મ 'વેદ'માં જોવા મળશે.