
વાગામોન - તમે કેરળમાં વાગામોનની મુલાકાત પણ લઈ શકો છો. આ એક ખૂબ જ સુંદર ઓફબીટ હિલ સ્ટેશન છે. તમને અહીંના ઘાસના મેદાનો, ગાઢ દેવદાર જંગલો, ચાના બગીચાઓ અને ધોધના સુંદર નજારાઓ ગમશે. આ સિવાય તમે અહીં ટ્રેકિંગ, પેરાગ્લાઈડિંગ અને રોક ક્લાઈમ્બિંગનો આનંદ લઈ શકો છો. (Photo Credit:Pixabay)

ચિકમગલુર - ચિકમગલુરના આકર્ષક કોફીના વાવેતરો ખૂબ જ પ્રખ્યાત છે. તમને અહીંના ધોધ, ઐતિહાસિક મંદિરો અને લીલાછમ નજારો ગમશે. તમે બાબુદાન ગીરી રેન્જ, કલહટ્ટી વોટરફોલ અને ભદ્રા વન્યજીવ અભયારણ્યની મુલાકાત લઈ શકો છો. (Photo Credit:Pixabay)