2000 વર્ષોમાં પહેલીવાર બની આ ઘટના, સ્વિટ્ઝલેન્ડમાં પીગળ્યો બરફ અને દેખાઈ આ વસ્તુ

|

Sep 13, 2022 | 7:04 PM

Switzerland Glacier Melting: ગ્લોબલ વોર્મિગ એ માનવજાત માટે એક મોટી સમસ્યા બની રહી છે. ભવિષ્યમાં તેને કારણે ખુબ મોટું નુકશાન પણ થઈ શકે છે. જેની અસર હમણાથી જ દેખાઈ રહી છે. હાલમાં સ્વિટ્ઝલેર્ન્ડમાં બનેલી એક ઘટના આજ વાતની સાબિતી આપે છે.

1 / 5
યુરોપમાં આ વર્ષે ભયંકર ગરમી પડી રહી છે, જેની અસર સ્વિટ્ઝલેર્ન્ડમાં દેખાઈ હતી. સ્વિટ્ઝલેર્ન્ડમાં 2 ગ્લેશિયર પીગળવાથી તેમની વચ્ચેનો પથ્થરવાળો રસ્તો બહાર દેખાઈ રહ્યો છે. કહેવાય છે કે આ ઘટના 2000 વર્ષોમાં પહેલીવાર બની છે. બરફ પીગળતા તેની નીચેનો પથ્થરવાળો રસ્તો દેખાવા લાગ્યો હતો.

2 / 5
આ વર્ષે પડી રહેલી ગરમીને કારણે છેલ્લા 10 વર્ષમાં પહેલીવાર 3 ઘણો ઝડપથી બરફ પીગળી રહ્યો છે. ગરમીને કારણે સ્વિટ્ઝલેર્ન્ડમાં Scex Rouge અને Zanfleuron નામના ગ્લેશિયરનો બરફ પીગળતા પથ્થરવાળો રસ્તો દેખાવા લાગ્યો હતો. જે એક ગંભીર સંકેત છે.

3 / 5
વૈજ્ઞાનિકોના મતે, આ મહિનાના અંત સુધીમાં આ પથ્થરવાળો રસ્તો પૂરી રીતે સ્પષ્ટ દેખાવા લાગશે. આ બન્ને ગ્લેશિયર 9186 ફીટની ઉંચાઈ પર છે.

4 / 5
એર ગ્લેશિયોલોજિસ્ટ અનુસાર, તેણે 10 વર્ષ પહેલા આ જગ્યાએ 50 ફીટ મોટો બરફ જોયો હતો, જ્યાં હાલ પથ્થરનો રસ્તો છે. આ વર્ષે બરફ પણ ઓછો પડ્યો છે અને છેલ્લા 6 દાયકાથી આ ગ્લેશિયરના બરફ સતત પીગળી રહ્યા છે. એક અભ્યાસ અનુસાર , છેલ્લા 85 વર્ષમાં સ્વિટ્ઝલેર્ન્ડમાં 1400 ગ્લેશિયર પીગળ્યો છે.

5 / 5
છેલ્લા 6 વર્ષોમાં અહીંયા 12 ટકા ગ્લેશિયર પીગળી ચૂક્યા છે. આ બધું ગ્લોબલ વોર્મિગ અને જળવાયુ પરિવર્તનને કારણે થયું છે. જેનાથી બચવા માટે ઝડપથી ઉપાયો શોધવા જરુરી છે.

Next Photo Gallery