
શિયાળાની ઋતુમાં ક્લાસી લુક મેળવવા માટે તમે સુષ્મિતા સેનના લૂકમાંથી ટિપ્સ લઈ શકો છો. શિયાળામાં એક્ટ્રેસની સ્ટાઈલમાં બ્લેક લોંગ બ્લેઝર કેરી કરો. ફક્ત કાળા રંગનું ટ્રાઉઝર અથવા જીન્સ પહેરો. આ લુક સાથે વ્હાઇટ સ્નીકર્સ પહેરી શકો છો.

સાડીમાં પણ આજકાલ છોકરીઓ હંમેશા એવો લુક ઈચ્છે છે, કે તે બધાની નજરમાં આવી શકે. જો તમે પણ હવે પાર્ટીમાં સાડી પહેરીને જવાના મૂડમાં છો તો એક્ટ્રેસની આ ઓફ-વ્હાઈટ સાડી એકદમ પરફેક્ટ છે. આ સાડી સાથે કોન્ટ્રાસ્ટ બ્લાઉઝ પહેરો.