Surya Gochar 2026: 11 ઓક્ટોબરથી આ 5 રાશિના જાતકો ખુલી જશે કિસ્મતના દ્વાર, સૂર્ય ગોચરથી થશે મહાલાભ

સૂર્યનું ચોક્કસ નક્ષત્રોમાં થતું ભ્રમણ (ગોચર) પણ તમામ 12 રાશિઓના જીવન પર સીધી અસર કરે છે. 11 ઓક્ટોબરે સૂર્ય મંગળના સ્વામિત્વવાળા 'ચિત્રા નક્ષત્ર'માં પ્રવેશ કરશે આથી 11 ઓક્ટોબરથી કેટલીક રાશીઓનું ભાગ્ય બદલાશે.

| Updated on: Oct 10, 2026 | 10:44 AM
1 / 7
 જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના રાજા સૂર્યનું સ્થાન અત્યંત મહત્વપૂર્ણ છે. રાશિ પરિવર્તન ઉપરાંત, સૂર્યનું ચોક્કસ નક્ષત્રોમાં થતું ભ્રમણ (ગોચર) પણ તમામ 12 રાશિઓના જીવન પર સીધી અસર કરે છે. 11 ઓક્ટોબરે સૂર્ય મંગળના સ્વામિત્વવાળા 'ચિત્રા નક્ષત્ર'માં પ્રવેશ કરશે આથી 11 ઓક્ટોબરથી કેટલીક રાશીઓનું ભાગ્ય બદલાશે. નક્ષત્રમાં થતા આ ફેરફારને કારણે આગામી 14 દિવસ દરમિયાન ખાસ કરીને 24 ઓક્ટોબર સુધી અમુક રાશિના જાતકો સારા દિવસો શરુ થઈ જશે.

2 / 7
જ્યારે પણ સૂર્ય ઊર્જાના પ્રતીક સમાન ગ્રહ 'મંગળ'ના નક્ષત્રમાંથી પસાર થાય છે, ત્યારે વ્યક્તિના આત્મવિશ્વાસ અને નેતૃત્વ ક્ષમતામાં જબરદસ્ત વધારો થાય છે. આ સમયગાળા દરમિયાન લોકો કોઈપણ ખચકાટ વિના હિંમતભર્યા નિર્ણયો લે છે, જેના પરિણામે કારકિર્દી, વ્યવસાય અને સંપત્તિ સંબંધિત બાબતોમાં મોટી સફળતા મળે છે. ચાલો જાણીએ કે સૂર્યના આ મહત્વપૂર્ણ નક્ષત્ર ગોચરને કારણે કઈ પાંચ ભાગ્યશાળી રાશિઓનું ભાગ્ય ચમકવા જઈ રહ્યું છે

3 / 7
 1. મેષ રાશિ : સૂર્યનું આ નક્ષત્ર ગોચર મેષ રાશિના જાતકોના આત્મવિશ્વાસમાં જબરદસ્ત વધારો કરશે. તમને કાર્યસ્થળ પર કોઈ મોટી નવી જવાબદારી સોંપવામાં આવી શકે છે. લાંબા સમયથી અટકેલા કાર્યોમાં ગતિ આવશે, જેનાથી તમને માનસિક શાંતિ મળશે. આર્થિક મોરચે પણ રાહત મળવાની પ્રબળ શક્યતા છે.

4 / 7
2. કર્ક રાશિ : ચંદ્રના સ્વામિત્વવાળી કર્ક રાશિના જાતકો માટે, આ ગોચર કારકિર્દીમાં પ્રગતિના નવા દ્વાર ખોલશે. ઓફિસમાં તમારા કામ અને સખત મહેનતની ખુલ્લેઆમ પ્રશંસા થશે. જો સરકાર સંબંધિત કોઈ કાર્ય બાકી હોય, તો તેમાં સફળતા મળવાથી મોટી રાહત મળશે. આ સમય દરમિયાન તમને તમારા પરિવારનો સંપૂર્ણ સહયોગ પણ મળશે.

5 / 7
3. વૃશ્ચિક રાશિ : આ સમયગાળા દરમિયાન, વૃશ્ચિક રાશિના જાતકોને તેમની છુપાયેલી પ્રતિભા દુનિયા સમક્ષ રજૂ કરવાની સુવર્ણ તક મળશે. વ્યાવસાયિકો અને વેપારીઓને પ્રગતિ માટે ઉત્તમ નવી તકો મળશે. આ ઉપરાંત, પૈતૃક સંપત્તિ અથવા રિયલ એસ્ટેટને લગતો વિવાદ ઉકેલાઈ શકે છે, જેનાથી આનંદદાયક સમાચાર મળી શકે છે.

6 / 7
4. ધનુ રાશિ : સૂર્યનું નવા નક્ષત્રમાં સંક્રમણ ધનુ રાશિના જાતકોના જીવનમાં નવી ઊર્જા અને સકારાત્મકતાનો સંચાર કરશે. આળસ દૂર થશે અને અટકેલા કાર્યો ઝડપથી પૂર્ણ થશે. નોકરી કરતા લોકોને બઢતી અથવા કારકિર્દીમાં વૃદ્ધિની ઉત્તમ તકો મળી શકે છે, અને તમારી નેતૃત્વ ક્ષમતામાં પણ વધારો થશે.

7 / 7
5. મીન રાશિ : આ 14 દિવસનો સમયગાળો મીન રાશિના જાતકો માટે આર્થિક દૃષ્ટિએ અત્યંત લાભદાયી સાબિત થશે. નોકરીમાં આવતા અવરોધો દૂર થશે. જો તમે અગાઉ રોકાણ કર્યું હોય, તો હવે તમને સારું વળતર મળી શકે છે. જમીન અને સંપત્તિને લગતા મામલાઓમાં પણ તમને અનુકૂળ પરિણામો જોવા મળશે.

Follow Us
Loading...
Unable to load recommendations.