
સુરતના અનેક વિસ્તારો વરસાદ બાદ જળમગ્ન થયા છે. અહી રોડ પર પાણી ભરાઈ ગયા છે. ત્યારે મેયરે આ સ્થળની વિઝીટ કરી હતી અને અધિકારીઓને પાણી નિકાલ માટે સૂચના આપી હતી.

મેયર હેમાલીબેન બોધાવાલાએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ સાથે સ્થળ પર જ પાણી ભરાવાની સમસ્યાને લઇને ચર્ચા કરી હતી અને તેના નિકાલની બનતી કામગીરી ઝડપથી કરવા જણાવ્યુ હતુ.