
આ પ્રદર્શનમાં માટીના વાસણનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું છે. જેમાં કાળી માટી, લાલ માટીના વાસણ પણ જોવા મળે છે. થરમોસ માટલું, માટીની વાડકીઓ જેવા વાસણ જોવા મળે છે.

આ પ્રદર્શનમા કટલેરીના સ્ટોલમાં બુટ્ટી, મંગળસૂત્ર, વિવિધ પ્રકારની વીંટીઓ જેવી કટલેરી છે.

આ પ્રદર્શનમાં ચંદેરી સાડી, જૂટ ક્રાફ્ટ, બીડ્સ ક્રાફ્ટ, એમ્બ્રોઇડરી ક્રાફ્ટ અને જોરદોસી પ્રદર્શન વગેરે જોવા મળે છે

ભારત સરકારની આ યોજનામાં આર્ટિસન કાર્ડ ધારક મહિલા અંતર્ગત હસ્તશિલ્પીઓને નિઃશુલ્ક સ્ટોલ, યાત્રા ભાડું, ખર્ચ ભાડુ, પરિવહન ભાડું આપવામાં આવે છે.

આ પ્રદર્શનમાં માટીમાંથી બનાવેલી વસ્તુઓ તેમજ વિવિધ પ્રકારના વોલ પીસ, તેમજ અન્ય સામગ્રીઓ પણ જોવા મળે છે. આ તમામ પ્રકારની સામગ્રી ખરીદવા માટે મોટી સંખ્યામાં મહિલાઓ આવતી હોય છે. ( ઈનપુટ વીથ સંજય ચંદેલ)
Published On - 2:45 pm, Fri, 31 March 23