
આ ઘડિયાળ જોવા પર તમને મેકેનિકલ ડિઝાઇન લાગશે. ઘડિયાળ એવા લાકડા થી તૈયાર કરવામાં આવી છે જે વેસ્ટેજ ભૂકામાંથી તૈયાર થઈ છે. જે લાકડાનો વેસ્ટેજ ભુકો હોય છે તેને રિસાયકલ કરીને આ ઘડિયાળ તૈયાર કરાઇ છે. આ ઘડિયાળમાં 250 જેટલા પાર્ટ્સ છે.

આ ઘડિયાળ જોવામાં જેટલી સુંદર દેખાય છે તેને એસેમ્બલ કરવા માટે એટલી જ જટિલતા છે. જેમાં 10, 50 કે 100નહી પરંતુ અઢીસો જેટલા પાર્ટસ ઘડિયાળમાં લાગ્યા છે. એક એક કરીને જ્યારે અઢીસો જેટલા પાર્ટને જોડવામાં આવે છે, ત્યારે આ ઘડિયાળ તૈયાર થાય છે.