
પિચાઈનું ઘર ખરીદનાર તમિલ અભિનેતા સી મણિકંદને જણાવ્યું કે આ ઘરના દસ્તાવેજો સોંપતી વખતે સુંદર પિચાઈના પિતા ખૂબ જ ભાવુક થઈ ગયા હતા, કારણ કે આ તેમની પ્રથમ સંપત્તિ હતી. મણિકનંદનના મતે સુંદર પિચાઈ આપણા દેશનું ગૌરવ છે અને તેઓ જ્યાં રહેતા હતા તે ઘર ખરીદવું એ મારા જીવનની ગૌરવપૂર્ણ સિદ્ધિ છે.

રિપોર્ટ અનુસાર, સુંદર પિચાઈના ઘર માટેનો સોદો ચાર મહિના પહેલા શરૂ થયો હતો અને હવે તેને ફાઈનલ કરવામાં આવ્યો છે. આ સોદામાં સમય લાગ્યો કારણ કે પિચાઈના પિતા લાંબા સમયથી યુએસમાં હતા.