Gujarati News Photo gallery Successful Entrepreneurs: These Bollywood celebrities are ruling not only in the hearts of fans but also in the business world
Successful Entrepreneurs : ચાહકોના દિલમાં જ નહીં Business Worldમાં પણ રાજ કરી રહ્યા છે આ Bollywood Celebrities
બોલીવુડ(Bollywood)માં પોતાના ગ્લેમર અને એક્ટિંગ ટકી લોકોના દિલ રાજ કરનારા ફિલ્મ સ્ટાર્સ(Film stars) બિઝનેસની દુનિયામાં પણ રાજ કરી રહ્યા છે. તાજેતરમાં પોતાની ફિલ્મો અને અદભુત અભિનયથી લોકચાહના હાંસલ કરનાર ફિલ્મી અભિનેતા અને અભિનેત્રીઓની એડવર્ટાઈઝમેન્ટ અને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે માંગ વધી છે.
1 / 7
બોલીવુડ(Bollywood)માં પોતાના ગ્લેમર અને એક્ટિંગ ટકી લોકોના દિલ રાજ કરનારા ફિલ્મ સ્ટાર્સ(Film stars) બિઝનેસની દુનિયામાં પણ રાજ કરી રહ્યા છે. તાજેતરમાં પોતાની ફિલ્મો અને અદભુત અભિનયથી લોકચાહના હાંસલ કરનાર ફિલ્મી અભિનેતા અને અભિનેત્રીઓની એડવર્ટાઈઝમેન્ટ અને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે માંગ વધી છે. ફિલ્મી કલાકાર હવે બિઝનેસમાં પણ નસીબ અજમાવી રહ્યા છે. જાણીતી અભિનેત્રીઓ દીપિકા પાદુકોણ(Deepika Padukone) અને કેટરીના કૈફ(Katrina Kaif) અને પુષ્પા(Pushpa) તરીકે અલગ ઓળખ હાંસલ કરનાર અલ્લુ અર્જુને(Allu Arjun) સારું રોકાણ કર્યું છે.
2 / 7
બોલિવૂડ દિવા દીપિકા પાદુકોણ(Deepika Padukone) પાસે તેના પોર્ટફોલિયોમાં એક કરતાં વધુ શાનદાર ફિલ્મો છે. પછી તે 'ચેન્નઈ એક્સપ્રેસ' હોય કે 'પદ્માવત'... 'રામ લીલા'... 'બાજીરાવ મસ્તાની' હોય કે 'છપાક' અને હાલની ફિલ્મ 'પઠાણ'.... પરંતુ શું તમે જાણો છો કે દીપિકા પાદુકોણના પોર્ટફોલિયોમાં એક કરતાં વધુ બિઝનેસ અને સ્ટાર્ટઅપ કંપનીઓ છે જેમાં તેણે રોકાણ કર્યું છે અને તે સારી કમાણી પણ કરી રહી છે.
3 / 7
દીપકા પાદુકોણે એક વ્યૂહાત્મક રોકાણ કંપની KA Enterprises LLP ની રચના કરી છે જેણે વિવિધ કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કર્યું છે. વર્ષ 2014માં બનેલી આ કંપની દીપિકા પાદુકોણના ફેમિલી મેમ્બર્સ બિઝનેસને સંભાળે છે અને વેન્ચર કેપિટલ ફર્મની જેમ કામ કરે છે. એટલું જ નહીં દીપિકાએ 2021માં DPKA યુનિવર્સલ કન્ઝ્યુમર વેન્ચર્સ સાથે ઉદ્યોગસાહસિક બનવાનું શરૂ કર્યું હતું. આ કંપની હાલમાં Beauty products પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
4 / 7
દીપિકા પાદુકોણે 2014 થી ઘણી બ્રાન્ડ્સ અને સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કર્યું છે. મોટાભાગની કંપનીઓમાં તેમનું પ્રારંભિક રોકાણ 3 થી 5 કરોડ રૂપિયાની વચ્ચે છે. તેમના પોર્ટફોલિયોમાં યોગર્ટ મેકર એપિગામિયાનો સમાવેશ થાય છે. દીપિકા તેની બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. દીપિકાના રોકાણની યાદીમાં ફ્રન્ટ રો, સુપરટેલ્સ અને નુઆ જેવી કંપનીઓ પણ સામેલ છે.
5 / 7
'ટાઈગર' સિરીઝની ફિલ્મોથી લઈને 'ધૂમ-3' સુધી ખતરનાક સ્ટંટ કરીને પોતાનું કૌશલ્ય દેખાડનારી બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફ(Katrina Kaif) બિઝનેસ કરવામાં પણ માહેર છે. 20 વર્ષથી બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાં સામેલ કેટરિના કૈફની ફી કરોડોમાં છે. સાથે જ તેણે ઘણી મોટી બ્રાન્ડ્સનું સમર્થન કર્યું છે. પરંતુ શું તમે જાણો છો કે આ દિવસોમાં કેટરિના કૈફ પણ બિઝનેસ વુમન બની ગઈ છે અને તેણે તેમાં ઘણું રોકાણ પણ કર્યું છે.
6 / 7
જ્યારે પણ આપણે સાઉથ ઇન્ડિયન ફિલ્મો વિશે વાત છીએ ત્યારે આપણી નજર સામે સૌથી પહેલા સુપરસ્ટાર 'રજનીકાંત'(Superstar Rajinikanth)નું આવે છે. રજનીકાંત દક્ષિણ ભારતના એ અભિનેતા છે જેમના નામથી જ ફિલ્મ હિટ થવાની ખાતરી છે. હવે સમય બદલાઈ રહ્યો છે અને 'રજનીકાંત'ની ગાદીના અનેક વારસદારો મેદાનમાં છે. આમાં 'અલ્લુ અર્જુન'(allu arjun)નું નામ સૌથી આગળ દેખાય છે. અલ્લુ અર્જુન અભિનય સાથે વેપાર જગતના પણ મહારથી બની રહ્યા છે.
7 / 7
અલ્લુ અર્જુને એક વધુ કારણસર ખબરોમાં છે. તે સ્પોર્ટ્સ બિઝનેસમાં સાહસ કરવા જઈરહ્યા છે. સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે અલ્લુ અર્જુન ખૂબ જ જલ્દી એક સ્પોર્ટ્સ ટીમ ખરીદવાનું વિચારી રહ્યો છે. તે મુંબઈમાં તેના કેટલાક મિત્રો સાથે મળીને કબડ્ડી અથવા ફૂટબોલ ટીમ ખરીદવાનું વિચારી રહ્યા છે.
Published On - 8:19 am, Sat, 15 April 23