સુબ્રમણ્યમ સ્વામીએ માત્ર 24 વર્ષની વયે હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં પીએચડી પૂર્ણ કર્યું. સર્વોદય ચળવળમાં જોડાયા બાદ સ્વામીએ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. જનસંઘ તરફથી તેમને પ્રથમ વખત રાજ્યસભામાં મોકલવામાં આવ્યા હતા. તેઓ 1974 થી 1976 સુધી રાજ્યસભાના સાંસદ હતા.
સુબ્રમણ્યમ સ્વામી (Subramanian Swamy )નો જન્મ 15 સપ્ટેમ્બર 1939ના રોજ તમિલનાડુના માયલાપુરમાં થયો હતો. તેમના પિતા સીતારામન સુબ્રમણ્યમ મદુરાઈના હતા. પિતા સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર તરીકે નિવૃત્ત થયા. તેમની માતા પદ્માવતી ગૃહિણી હતી. સુબ્રમણ્યમ સ્વામીની પત્ની વ્યવસાયે ગણિતશાસ્ત્રી છે પરંતુ તેણે સુપ્રીમ કોર્ટમાં કાયદાની પ્રેક્ટિસ પણ કરી છે. તે ઘણા કેસોમાં સુબ્રમણ્યમ સ્વામી વતી વકીલાત પણ કરી છે.
સુબ્રમણ્યમ સ્વામી અને રોક્સાનાને બે દીકરીઓ છે, ગીતાંજલિ અને સુહાસિની. સૌથી મોટી પુત્રી ગીતાંજલિ સ્વામી એક ઉદ્યોગસાહસિક અને ખાનગી ઇક્વિટી પ્રોફેશનલ છે. નાની પુત્રી સુહાસિની હૈદર પ્રિન્ટ અને ટેલિવિઝન પત્રકાર છે. તેણીના લગ્ન પૂર્વ ભારતીય વિદેશ સચિવ સલમાન હૈદરના પુત્ર નદીમ હૈદર સાથે થયા છે.
સુબ્રમણ્યમ સ્વામીને બે પુત્રીઓ છે ભાજપના દિગ્ગજ નેતા સુબ્રમણ્યમ સ્વામીનો જમાઈ સલમાન હૈદરનો પુત્ર છે. પુત્રી સુહાસિની હૈદરના લગ્ન નદીમ હૈદર સાથે થયા છે.
તમિલનાડુના હિન્દુ બ્રાહ્મણ પરિવારનો એક છોકરો અભ્યાસ માટે હાર્વર્ડ પહોંચે છે. અહીં તેની મુલાકાત એક પારસી છોકરી સાથે થાય છે. યુવતી મુંબઈથી ગણિતનો અભ્યાસ કરવા માટે આવી હતી.બીજેપી નેતા અને રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીની લવસ્ટોરી ખાસ છે.જે પોતાના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં છે. સુબ્રમણ્યમ સ્વામીના લગ્ન વર્ષ 1966માં થયા હતા.
1975માં જ્યારે તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ દેશમાં ઈમરજન્સી લાદી ત્યારે સ્વામી વિરુદ્ધ પણ ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું હતું. ધરપકડ વોરંટ હોવા છતાં, સ્વામીએ માત્ર સંસદના સત્રમાં જ હાજરી આપી ન હતી પરંતુ તેઓ શીખના વેશમાં દેશની બહાર નીકળવામાં પણ સફળ રહ્યા હતા. 1977માં તેઓ પહેલીવાર લોકસભાના સાંસદ બન્યા હતા. 1980માં તેઓ ફરીથી લોકસભામાં ચૂંટાયા. તેઓ 1988 અને 1994 વચ્ચે બે વખત રાજ્યસભાના સાંસદ હતા.