ખેડા :સેવાલિયામાં યોજાયો સ્ટુડન્ટ પોલીસ કેડેટ કેમ્પ, ચેતક કમાન્ડોનું અદભૂત પ્રદર્શન, જુઓ તસવીરો

|

Nov 27, 2023 | 9:27 AM

ખેડા જિલ્લાના સેવાલિયામાં આવેલી જય જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં રાજ્ય કક્ષાનો સ્ટુડન્ટ પોલીસ કેડેટ કેમ્પ યોજાયો.જેમાં અલગ અલગ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ કેમ્પમાં રાજ્યની ચેતક કમાન્ડોની ટીમ દ્વારા અતિ આધુનિક શસ્ત્રપ્રદર્શન કરવામાં આવ્યું હતુ.

1 / 7
ગુજરાત રાજ્ય પોલીસનાં સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત અતિ મહત્વનો  પ્રોજેક્ટ એવો SPC (સ્ટુડન્ટ પોલીસ કેડેટ) પ્રોજેકટનો ઉદ્દેશ્ય બાળકોમાં શિસ્ત અને તેના સર્વાંગી વિકાસનો છે. જે અતર્ગત રાજ્યકક્ષાના કેમ્પનું આયોજન કરવાની જવાબદારી ખેડા-નડિયાદ પોલીસતંત્રને સોંપવામાં આવી હતી.આ અંતર્ગત ખેડા જિલ્લાના સેવાલિયા તાલુકામાં આવેલ જય જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે કેમ્પનું આયોજન 21 નવેમ્બરથી 27 નવેમ્બર સુધી કરવામાં આવ્યુ છે.

2 / 7
આ કેમ્પમાં ઉત્તર અને મધ્ય ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર પંચમહાલ,મહીસાગર, દાહોદ, ખેડા, આણંદ, અમદાવાદ શહેર અને અમદાવાદ ગ્રામ્ય મળી  કુલ 13 જિલ્લાના 251 SPC કેડેટે ભાગ લીધો હતો.જેઓનું  ટીમ ખેડા જિલ્લા પોલીસ દ્વારા વેલકમ કીટ આપી સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

3 / 7
આ કેમ્પ દરમ્યાન બાળકોના સર્વાંગી વિકાસ અને સવાયા નાગરિક તરીકે ઘડતર થાય તે ઉદ્દેશથી તેમજ રાષ્ટ્રપ્રેમ અને સંગઠનની ભાવનાને મજબૂત કરી શકાય તે માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં દરરોજ સવારે આઉટડોર પ્રવૃત્તિઓ જેવી કે યોગ, પ્રાણાયામ, વ્યાયામ, સ્કવોર્ડડ્રીલ, શ્રમદાન દ્વારા સ્વચ્છતાનું મહત્વ સમજાવવામાં આવ્યુ હતુ.

4 / 7
ઇન્ડોર ક્લાસરૂમની વિવિધ પ્રવૃત્તિઓ જેમ કે વકૃત્વસ્પર્ધા,ટ્રાફિક અને સાયબર ક્રાઇમ અવેરનેસના પ્રોગ્રામ, સેલ્ફ ડિફેન્સની તાલીમ, ગ્રુપ ક્વિઝ,નાઈટ કેમ્પફાયર,સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન તેમજ આ કેમ્પમાં જુદા જુદા ક્ષેત્રના નિષ્ણાત વક્તાઓ બોલાવીને બાળકોના જીવન ઘડતરના મૂલ્યો તેમજ કારકિર્દી ઘડતરનો ઉત્તમ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતુ.

5 / 7
SPC કેમ્પમા ભાગ લીધો હોય તે તમામ કેડેટને પુરાતત્વ વિભાગની રૈયોલી ખાતે આવેલ ડાયનાસોર પાર્કની મુલાકાત કરાવવામાં આવી હતી.આ કેમ્પમાં રાજ્યની ચેતક કમાન્ડોની ટીમ દ્વારા ટાટા લેક અને ડીપી વાહનોનો ટેબલો સાથે,રેપલિંગ,સ્લેધરિંગ,બસ ઇન્ટરવેશન ડેમો ,સ્નાઈપર એક્ટિવિટી, બી.ડી.ડી.એસ.ના સાધનો,આઈ.ઈ.ડી.ના મોડેલ્સ, અતિ આધુનિક શસ્ત્રપ્રદર્શન કરવામાં આવ્યું હતુ.

6 / 7
ચેતક કમાન્ડોના આ પ્રદર્શનમાં DySP પી.જી.ધારૈયા, DySP પી.આર.સાંગાણી , PI વી.કે.પરમાર, PI એસ.વી.ખાચર અને ચેતક કમાન્ડોના 62 જવાનોની મહત્વની ભૂમિકા રહી હતી.

7 / 7
આ કાર્યક્રમને સફળ બનાવવામાં પોલીસ અધિક્ષક ખેડા નડિયાદના માર્ગદર્શન નીચે RPI એમ.આર.પરમાર, PSI ડી.બી.રાઓલ, PSI  એ.બી.મહેરીયા તથા નવોદય સ્કૂલના વ્યાયામ શિક્ષક સી.પી.ઓ જયેશભાઈ દેસાઈ તેમજ તમામ જિલ્લાના સીપીઓ અને ડીઆઇનું ખૂબ જ મહત્વનું યોગદાન રહ્યું છે.તેમજ જય જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી તથા સમગ્ર સ્ટાફે પણ ખૂબ જ સહયોગ આપ્યો.

Next Photo Gallery