
બિહારના બડવા કલા ગામમાં 2017માં 50 વર્ષ બાદ વરઘોડાનું આયોજન થયુ હતુ. કહેવાય છે કે આ ગામમાં પહોંચવા માટે 10 કિલોમીટરનો પહાડી ટ્રેક હતો, જેના કારણે વરઘોડો જઈ શકતો ન હતો. લોકોએ ત્યાં વર્ષોથી રસ્તાનું નિર્માણ કર્યુ અને અંતે વરઘોડો ત્યાં પહોંચ્યો.

કર્ણાટકના શિવમોગ્ગા જિલ્લાના મત્તૂર ગામમાં લગભગ તમામ લોકો સંસ્કૃત ભાષામાં વાત કરે છે. દક્ષિણ ભારતના આ રાજ્યમાં આમ તો મોટા ભાગે કન્નડ ભાષા બોલવામાં આવે છે. પણ આ ગામમાં વર્ષોથી સંસ્કૃત ભાષામાં વાત કરવામાં આવે છે.