દરિયામાંથી મળી અજીબોગરીબ પ્રજાતિઓ, આખી દુનિયામાં વાયરલ થયા ફોટો

|

Jul 30, 2022 | 11:25 PM

viral photos : પૃથ્વી, અવકાશ, દરિયો અને આ સમગ્ર બ્રહ્માંડ અનેક રહસ્યોથી ભરપૂર છે. આ બધા રહસ્યોને ઉકેલવા વર્ષોથી અનેક સંશોધન થઈ રહ્યા છે. તે બધામાં ચોંકાવનારી વાતો સામે આવે છે.

1 / 5
પૃથ્વી, અવકાશ, દરિયો અને આ સમગ્ર બ્રહ્માંડ અનેક રહસ્યોથી ભરપૂર છે. આ બધા રહસ્યોને ઉકેલવા વર્ષોથી અનેક સંશોધન થઈ રહ્યા છે. તે બધામાં ચોંકાવનારી વાતો સામે આવે છે.હાલમાં પેસિફિક મહાસાગરમાંથી 30 થી વધુ નવી દરિયાઈ જીવોની પ્રજાતિઓ મળી આવી છે. તેમના રંગ, રુપ અને આકાર વિચિત્ર છે. તે દરિયાની ઊંડાઈમાં રહે છે.

2 / 5
આ નવી પ્રજાતિઓ નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ, લંડનમાં દરિયાઈ સંશોધન દરમિયાન મળી આવી હતી. ક્લેરિયન-ક્લિપરટન ઝોનના તળિયે આ શોધમાં મળી આવેલી 48 પ્રજાતિઓમાંથી 39 એવી છે કે જેના વિશે વૈજ્ઞાનિકો જાણતા ન હતા. સજીવોને દરિયાના તળિયેથી ઉપાડીને પણ જોવામાં આવ્યા હતા, ત્યારબાદ તેમનો નજીકથી અભ્યાસ અને આનુવંશિક વિશ્લેષણ કરવામાં આવ્યુ.

3 / 5
આ શોધમાં, સ્ટારફિશની એક નવી પ્રજાતિ મળી જે સમુદ્રના તળ પર થાકીને પડી હતી. આ ઉપરાંત દરિયાઈ જીવોની નવી પ્રજાતિઓ પણ મળી આવી હતી. આ સિવાય જેલીફિશ, કોરલ અને કેટલાક અપૃષ્ઠવંશી પ્રાણીઓ પણ મળી આવ્યા હતા , જે અગાઉ કોઈએ જોયા ના હતા.

4 / 5
આ શોધ દરમિયાન કેટલાક પરિચિત જીવો પણ મળી આવ્યા. જેમ કે Psychroptes discrita. તે પ્રથમ વખત 1920 માં જોવા મળ્યું હતું. 1870 ના દાયકામાં શોધાયેલ અન્ય જીવો પણ મળી આવ્યા હતા.

5 / 5
આ સંશોધન અભ્યાસના મુખ્ય લેખક ડો. ગુઆડાલુપ બ્રિબિસ્કા-કોન્ટ્રેરાસ કહે છે કે, આ સંશોધન માત્ર અહીં મળી આવેલી નવી પ્રજાતિઓને કારણે જ નહીં, પરંતુ આ મેગાફૌના નમુનાઓને માત્ર ફોટોગ્રાફ્સ દ્વારા જ અભ્યાસ કરવામાં આવ્યો હોવાને કારણે મહત્વપૂર્ણ છે. તે જ સમયે રોબોટિક પંજાથી સજ્જ રિમોટ સંચાલિત મશીનની મદદથી, વૈજ્ઞાનિકો જીવોને ઉપાડવામાં પણ સક્ષમ હતા.

Next Photo Gallery