
જો તમે ઘઉંના રોટલીને રેફ્રિજરેટરમાં રાખતા હોવ તો રોટલી બનાવ્યાના 12 થી 14 કલાકની અંદર તેને ખાઈ લેવી જોઈએ. જો તમે આમ નહીં કરો તો તે પોષક તત્વો મરી જશે અને વધુ સમય ફ્રીજમાં રાખેલી રોટલી તમારા માટે પેટમાં દુખાવાનું કારણ પણ બની શકે છે. રોટલી સાથે લોકો રોટલીનો લોટ પણ બાંધીને ફ્રીજમાં મુકતા હોય છે જે પણ બને તો એક દિવસમાં જ પુરો કરી દેતો અને 6-8 કલાક સુધી રાખી તેની રોટલી બનાવી લેવી. બને તો રાતે લોક ફ્રીજમાં રાખી તેની રોટલી બીજા દિવસે ન કરવી.

જો તમારા ભોજનમાં બચી ગયેલી દાળ હોય અને તમે તેને બગડવાથી બચાવવા માટે તેને ફ્રીજમાં રાખી હોય તો 2 દિવસની અંદર તેનું સેવન કરી લેવું. જો રેફ્રિજરેટરમાં રાખેલી દાળ 2 દિવસ પછી ખાવામાં આવે તો તેનાથી પેટમાં ગેસ ઉત્પન્ન થવા લાગે છે.

ઘણી વખત આપણે ફળો અને શાકભાજી અઠવાડિયાનું ફ્રીજમાં ભરી લઈએ છે પણ લાંબો સમય ફ્રીજમાં રહેલા શાકભાજી અને ફળો તેની ન્યુટ્રીશન વેલ્યુ ગુમાવે છે અને તેને ખાવાથી લાભને બદલે તમને નુકસાન થઈ શકે છે. શાકભાજી અને ફળો કાપ્યા વગર 3થી 4 દિવસ રાખી શકાય છે તેથી વધુ બને તો ન રાખવા જોઈએ

જો તમે રેફ્રિજરેટરમાં સમારેલા ફ્રુટ મુકો છો તો તેનુ સેવન 6 કલાકની અંદર કરી લેવું જોઈએ. નહીંતર તે તમારી બીમારીનું કારણ બની શકે છે.

રેફ્રિજરેટરમાં કોઈ પણ વસ્તુ મુકો તે પછી ભાત, દાળ, રોટલી કે રોટલીનો લોટ તમામ વસ્તુઓ સંપૂર્ણપણે વાસણથી બરોબર ઢાંકીને મુકવા જોઈએ અને રાંધેલા ખોરાકને 24 કલાકની અંદર ખાઈ લેવા જોઈએ.