સાવધાન ! ભૂલથી પણ ખાલી પેટે ન ખાશો આ 5 ફળો, ગેસ અને એસિડિટીની સમસ્યા તમને કરી શકે છે પરેશાન

ફળો સ્વાસ્થ્ય માટે સારા છે, પણ શું તમે જાણો છો કે ખોટા સમયે ખાધેલા ફળો ઝેર સમાન બની શકે છે? નારંગી, કેળા અને જામફળ જેવા ફળો જો સવારે ખાલી પેટે ખાવામાં આવે તો પાચન બગાડી શકે છે. જાણો વિગતવાર અહેવાલ.

| Updated on: Feb 18, 2026 | 7:43 PM
1 / 6
આપણે બધા જાણીએ છીએ કે ફળો વિટામિન્સ અને મિનરલ્સનો શ્રેષ્ઠ સ્ત્રોત છે. પરંતુ, આયુર્વેદ અને વિજ્ઞાન બંને માને છે કે દરેક વસ્તુ ખાવાનો એક ચોક્કસ સમય હોય છે. જો તમે સવારે ઉઠતાની સાથે જ અમુક ખાસ ફળોનું સેવન કરો છો, તો તે ફાયદાને બદલે નુકસાન કરી શકે છે.

2 / 6
ખાટાં ફળો (સિટ્રસ ફ્રૂટ્સ) : નારંગી, મોસંબી, લીંબુ અને દ્રાક્ષ જેવા ફળોમાં સાઇટ્રિક એસિડ અને ફાઈબર પુષ્કળ પ્રમાણમાં હોય છે. ખાલી પેટે આ ફળો ખાવાથી પેટમાં બળતરા, એસિડિટી અને છાતીમાં બળતરા જેવી સમસ્યાઓ થઈ શકે છે.

3 / 6
જામફળ: જામફળ વિટામિન C થી ભરપૂર છે, પરંતુ તે દરેકના શરીરને માફક આવતું નથી. તેની તાસીર ઠંડી હોય છે અને તેમાં રહેલા ફાઈબર ખાલી પેટે પેટમાં દુખાવો અથવા મરોડ (ચૂંક) પેદા કરી શકે છે.

4 / 6
નાસપતી (Pear): નાસપતીમાં કાચું ફાઈબર હોય છે. આ સખત ફાઈબર પેટની નાજુક મ્યુકસ મેમ્બ્રેન (શ્લેષ્મ પટલ) ને નુકસાન પહોંચાડી શકે છે, જેના કારણે પાચનક્રિયામાં અવરોધ આવી શકે છે.

5 / 6
કેળા: કેળામાં મેગ્નેશિયમ અને પોટેશિયમનું પ્રમાણ ઘણું વધારે હોય છે. ખાલી પેટે કેળા ખાવાથી લોહીમાં મેગ્નેશિયમનું પ્રમાણ અચાનક વધી શકે છે, જે હૃદય માટે કેલ્શિયમ-મેગ્નેશિયમનું સંતુલન બગાડી શકે છે.

6 / 6
અનાનસ (Pineapple: અનાનસમાં બ્રોમેલેન નામનું એન્ઝાઇમ હોય છે. ખાલી પેટે તેનું સેવન કરવાથી પેટમાં સોજો, ગેસ અને ભારેપણું અનુભવાય છે.